દિલ્હીથી જબલપુર જઈ રહેલી સ્પાઇસ જેટની ફલાઇટમાં ઉડ્યા ધુમાડાના ગોટે ગોટા, 5000 ફૂટની ઊંચાઈએ યાત્રીઓના જીવ તાળવે ચોંટ્યા, જુઓ

5,000 ફૂટની ઉંચાઈએ ઉડી રહ્યું હતું પ્લેન, અંદર બેઠેલા યાત્રીઓને અચાનક કેબિનમાં દેખાયો ધુમાડો, પછી… જુઓ વીડિયોમાં

પ્લેનની યાત્રાને એક રીતે સૌથી સુરક્ષિત માનવામાં આવે છે, પરંતુ ઘણીવાર પ્લેનમાં પણ એવી દુર્ઘટના સર્જાય છે જેના કારણે હજારો ફૂટની ઉંચાઈએ પણ પેસેન્જરનો જીવ તાળવે ચોંટી જતો હોય છે, હાલ એવી જ એક ઘટનાનો વીડિયો સામે આવ્યો છે જેમાં 5000 ફૂટની ઊંચાઈ ઉપર સ્પાઇસ જેટના પ્લેનમાં ધુમાડાના ગોટે ગોટા નીકળતા યાત્રીઓ મુશ્કેલીમાં મુકાયા હતા.

દિલ્હી એરપોર્ટથી મધ્યપ્રદેશના જબલપુર જઈ રહેલા સ્પાઈસ જેટ વિમાનની કેબિનમાં અચાનક ધુમાડો નીકળવા લાગ્યો હતો. જ્યારે પ્લેન 5000 ફૂટ ઉપર ઉડી રહ્યું હતું ત્યારે અચાનક કેબિનમાં ધુમાડો ભરાઈ ગયો, જેના કારણે એરક્રાફ્ટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. સ્પાઈસ જેટ વતી આ વાતનો ખુલાસો કરતાં પ્રવક્તાએ જણાવ્યું હતું કે દિલ્હીથી જબલપુર જતી સ્પાઈસ જેટની ફ્લાઈટ આજે સવારે દિલ્હી એરપોર્ટ પર સલામત રીતે પાછી ફરી હતી જ્યારે ક્રૂએ 5000 ફૂટ પરથી પસાર થતી કેબિનમાં ધુમાડો જોયો તો તે પછી મુસાફરોને સલામત રીતે ઉતારવામાં આવ્યા છે.

ન્યૂઝ એજન્સી ANI દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પ્લેન ધુમાડાથી ભરેલું છે. ધુમાડાના કારણે અંદર બેઠેલા મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્લેનના ઈમરજન્સી લેન્ડિંગ બાદ મુસાફરોને હાલ પૂરતા એરપોર્ટ પર રાખવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે મુસાફરોને અન્ય પ્લેન દ્વારા જબલપુર મોકલવામાં આવશે.

સ્પાઈસ જેટના પ્રવક્તાએ આપેલી માહિતી અનુસાર, જ્યારે પ્લેન ટેકઓફ કર્યા બાદ 5000 ફૂટની ઉંચાઈએ પહોંચ્યું ત્યારે પાઈલટની કેબિનમાં ધુમાડો જોવા મળ્યો હતો. જ્યારે પ્લેનની અંદર ધુમાડો દેખાયો, ત્યારે મુસાફરો ગભરાઈ ગયા અને તરત જ પાયલટને જાણ કરવામાં આવી. જે બાદ પાયલટે તરત જ દિલ્હી એરપોર્ટ પર સ્પાઈસ જેટના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું.

Niraj Patel