બેકાબૂ મર્સિડિઝ ડ્રાઇવરે ભાગવાના ચક્કરમાં 7 – 7 વાહનોને મારી ટક્કર, એકની મોત અને આટલા બધા ઘાયલ

ફૂલ સ્પીડે જતી મર્સિડિઝે 7 ગાડીઓને ઠોકી, 36 વર્ષિય વ્યક્તિની મોત, ઘાયલો ની સંખ્યા જાણીને કહેશો આવા ને જલ્દી ફાંસી આપી

દેશમાંથી ઘણીવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે અને ઘણીવાર એવું બનતુ હોય છે કે તેજ રફતાર વાહનોને કારણે નિર્દોષ લોકોને જીવ ગુમાવવો પડતો હોય છે. હાલ આવા જ એક અકસ્માતની ખબર સામે આવી રહી છે, જેમાં એક મર્સિડિઝ કાર તેજ રફતારથી આવી રહી હતી અને અન્ય વાહનો સાથે ટકરાઇ ગઇ જેમાં એક યુવકની મોત થઇ ગઇ અને 6 લોકો ઘાયલ થઇ ગયા. આ ઘટનાની જાણ થતા પોલિસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તે બાદ તપાસ શરૂ કરી હતી. હાલ તો આ ઘટનાની તપાસ ચાલી રહી છે.

આ ઘટના મંગળવારના રોજ બપોરની છે. બેંગલુરુના ઇન્દિરાનગરમાં એક મર્સિડીઝ ડ્રાઇવરે ઘટનાસ્થળેથી ભાગી જવાના પ્રયાસમાં એક પછી એક સાત વાહનોને ટક્કર મારી હતી અને આ ઘટનામાં એકનું મોત પણ થયું હતું.  DCP ટ્રાફિક ઈસ્ટ ઝોનનું કહેવું છે કે મંગળવારના રોજ એક સ્પીડિંગ મર્સિડીઝ કારે અનેક વાહનોને ટક્કર મારી હતી.

જેના કારણે સાત વાહનોને ભારે નુકસાન થયું હતું અને એક યુવકનું આ અકસ્માતમાં મોત થયુ હતુ.  આ ઉપરાંત 6 લોકો ઘાયલ થયા હતા, જેને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા. ત્યાં તેમની સારવાર ચાલી રહી છે. મર્સિડીઝના ચાલકે ટુ-વ્હીલરને ટક્કર માર્યા બાદ ભાગી જવાના પ્રયાસમાં પાર્કિંગમાં પાર્ક કરેલી મારુતિ અલ્ટો કારને ટક્કર મારી, જેના ડ્રાઇવરનું પાછળથી મોત થયું.

મર્સિડીઝે અલ્ટો કારને એટલી જોરથી ટક્કર મારી હતી કે તે હવામાં ઉછળી હતી અને અન્ય ઘણા વાહનો તેની પકડમાં આવી ગયા હતા. આ અકસ્માતમાં મર્સિડીઝ ડ્રાઈવરને પણ ઈજા થઈ છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

સંયુક્ત પોલીસ કમિશનરે (ટ્રાફિક) મીડિયાને આ અંગેની માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આ દુર્ઘટના મંગળવારે બપોરે થઈ હતી, પહેલા એક ઝડપી મર્સિડીઝે સામેથી આવી રહેલી બાઇકને ટક્કર મારી હતી, જેના કારણે બાઇક ચાલક નીચે પડી ગયો હતો. આ પછી, મર્સિડીઝવાળાને લાગ્યું કે કોઈ હંગામો થશે, તેથી તે સ્થળ પરથી ભાગવા લાગ્યો અને આ મામલામાં તેણે નજીકમાં પાર્ક કરેલી મારુતિ અલ્ટો કારને ટક્કર મારી, જેના કારણે તેમાં બેઠેલા ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું, જોકે આ આ અકસ્માતમાં મર્સિડીઝ ડ્રાઈવરને પણ ઈજા થઈ હતી, જેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

આ માર્ગ અકસ્માતમાં મર્સિડીઝ સિવાય લગભગ સાત વાહનોને નુકસાન થયું છે અને લગભગ 6 લોકો ઘાયલ પણ થયા છે. હાલ ઘટનાની તપાસ ચાલી રહી છે. આ ઘટનામાં ઇજાગ્રસ્તોની ઓળખ 36 વર્ષીય બાઇક સવાર આનંદ કુમાર, 37 વર્ષીય સ્વિફ્ટ કાર ચાલક મહેશ, 22 વર્ષીય વિદ્યાશ્રી, 38 વર્ષીય નજીબ અને 30 વર્ષીય ઓટો ડ્રાઈવર ક્રિષ્ના તરીકે થઈ છે. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.

Shah Jina