હર્ષ ભાલાળા 170 ની સ્પીડે ગાડી ચાલવાનો શોખીન હતો, ટાટા હેરિયરના અકસ્માતમાં મોતને ભેટનાર યુવક સાથે રહેલી યુવતીના તેના પરિવાર સાથે નહોતા કોઈ સંબંધ, યુવતી હોટેલમાં….મોટો ખુલાસો
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતના ઘણા મામલાઓ સામે આવી રહ્યા છે, ઘણીવાર એવા અકસ્માત પણ જોવા મળે છે કે કેટલાક લોકો ઓવરસ્પીડમાં જતા હોય છે અને પછી અકસ્માતનો ભોગ બનતા જ પ્રાણ પંખેરું ઉડી જતું હોય. તો ઘણીવાર આવા અકસ્માતમાં નિર્દોષ લોકો પણ મોતને ભેટતા હોય છે. ગઈકાલે એવા જ એક અકસ્માતની ખબર સામે આવી હતી જેમાં એક યુવક અને યુવતીનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું.
ભુણાવા ચોકડી પાસે વહેલી સવારે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતમાં કોઠારીયાના યુવાનનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક યુવતીને ગંભીર ઇજા પહોંચી હતી અને તેને રાજકોટ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી. આ યુવતિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. યુવકનું નામ 22 વર્ષીય હર્ષ ભાલાળા હતું અને તે ન્યારી ડેમ પાસે આવેલા ડીરાશ કાફેમાં મેનેજર તરીકે નોકરી કરતો હતો.
હર્ષ ટાટા હેરિયર કાર લઇ ગોંડલ તરફ આવી રહ્યો હતો ત્યારે જ ભુણાવા ચોકડી પાસે ટ્રક સાથે અકસ્માત સર્જાયો અને પરિવારમાં એકના એક એવા આશાસ્પદ યુવાનનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું. તો તેની સાથે કારમાં રહેલું યુવતીનું પણ મોત નીપજ્યું હતું. આ યુવતીનું નામ ઉર્વી અરજણભાઈ ભુવા છે. જે મૂળ અમરેલીની વતની હોવાનું સામે આવ્યું છે. આ મામલામાં એ પણ સામે આવ્યું છે કે યુવતીને તેના પરિવારજનો સાથે કોઈ સંબંધો નહોતા અને રાજકોટની એક રેસ્ટોરન્ટમાં નોકરી કરતી હતી.
તો હવે મૃતક યુવકનું સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ સામે આવ્યું છે જેમાં તેનો ફૂલ સ્પીડમાં કાર ચલાવવાનો શોખ પણ જોવા મળી રહ્યો છે. અકસ્માત પહેલા જ તેને તેની સ્ટોરીમાં એક વીડિયો શેર કર્યો હતો, જેમાં એક વીડિયોમાં તે નવા વર્ષના નવા રૂલ્સ વિશે જણાવે છે તો બીજા વીડિયોમાં તે દારૂ વિશે વીડિયો મૂકે છે. પરંતુ તેને ખબર નહોતી કે આ તેના જીવનના અંતિમ વીડિયો બની જવાના છે.
આ ઉપરાંત એક રીલમાં તેના કારની સ્પીડ 170 સુધી પહોંચતા જોવા મળે છે. ત્યારે એવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે યુવકનો અકસ્માત ઓવરસ્પીડના કારણે થયો હોઈ શકે છે. આ આખી ઘટનામાં કાફેના માલિક શુભમભાઇને વહેલી સવારે સાડા ચારેક વાગ્યે રીબડા ટોલનો ટેક્સ કપાયાનો ફોનમાં ટેક્સ્ટ મેસેજ આવ્યો હતો પછી તેમણે થોડીવાર પછી હર્ષને ફોન લગાવ્યો તો હર્ષનો મોબાઈલ બીજા કોઇ વ્યક્તિએ ઉઠ્યો.
ટાટા હેરિયરમાં જે વ્યક્તિ બેઠી હતી તે એટલે કે હર્ષનું અકસ્માતમાં મૃત્યુ થયાનું એ વ્યક્તિએ જણાવતાં શુભમભાઇ સહિતના લોકો તાબડતોબ ત્યાં જવા નીકળ્યા હતાં.ત્યારબાદ હર્ષના પરિવારજનો પણ ત્યાં પહોંચ્યા હતાં. હર્ષ તેના માતા પિતાનો એકનો એક આધારસ્તંભ દિકરો હતો અને લગ્ન થયા ન હતા. તેના પિતા ભરતભાઇ કેશવભાઈ ભાલાળા ઇમિટેશનનું વર્ક કરે છે.
ટાટા હેરિયરમાં હર્ષ સાથે યુવતી કોણ હતી? બેય ક્યાં જઈ રહ્યા હતા? તેની તપાસ લોકલ પોલીસે ચાલુ કરી દીધી છે અને યુવતિની ઓળખ મેળવવા દોડધામ આદરી હતી.હર્ષ સાથે મોતને ભેટેલી છોકરીએ બ્લેક રંગનું ટી-શર્ટ અને નીચે ટ્રેક પેન્ટ પહેર્યુ હતું.ત્યારે છોકરી પાસેથી મળી આવેલા મોબાઈલમાં તપાસ કરતા યુવતીનું આધાર કાર્ડ પણ મળી આવ્યું હતું