ગ્લેન મેક્સવેલે અપાવી દીધી સૂર્યાની યાદ, બાઉન્ડ્રી પર પકડ્યો એવો કેચ કે બદલી નાંખી આખી મેચ

સાઉથ આફ્રિકાની ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે અને જ્યાં બંને વચ્ચે ત્રણ મેચની T20I સીરીઝ રમાઈ રહી છે. 10 ઓગસ્ટે રમાયેલી મેચ ઓસ્ટ્રેલિયાની ટીમે 17 રનથી જીતીને સીરીઝમાં 1-0ની લીડ પણ મેળવી છે. ઓસ્ટ્રેલિયાના ટિમ ડેવિડે જબરદસ્ત ઇનિંગ રમીને ટીમને જીત અપાવી છે.

અહીંયા ગ્લેન મેક્સવેલના જબરદસ્ત કેચને કેવી રીતે ભૂલી શકાય કારણકે આ કેચે પણ ઓસ્ટ્રેલિયાને જીતાડવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. ઓસ્ટ્રેલિયાએ પહેલા બેટિંગ કરીને સાઉથ આફ્રિકાની ટીમને 179 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેમાં ટિમે અડધી સદી ફટકારી હતી. સાઉથ આફ્રિકાની ઇનિંગની છેલ્લી ઓવરમાં જ્યારે રિકેલ્ટન 71 રનના સ્કોર પર જબરદસ્ત બેટિંગ કરી રહ્યા હતા. ઓવરના બીજા બોલ પર રયાન રિકેલ્ટનને છગ્ગો મારવો હતો પણ બાઉન્ડ્રી પર ઉભેલા મેક્સવેલને આ મંજૂર ન હતું. બાઉન્ડ્રીની પાર જઈ રહેલા બોલને મેક્સવેલે હવામાં કૂદકો મારીને પકડ્યો પછી ફરીથી ઉછાળીને બાઉન્ડ્રીની બહાર નાખ્યો. જેના પછી મેક્સવેલ બાઉન્ડ્રીની બહાર ગયા અને ફરીથી કેચ પકડ્યો. આવું તો ફક્ત મેક્સવેલ જ કરી શકે.

ટોસ હાર્યા પછી બેટિંગ કરવા આવેલી ઓસ્ટ્રેલિયન ટીમની શરૂઆત સારી ન હતી.. 19 બોલ પર ફક્ત 30નો સ્કોર અને એમાં પણ ટીમના ટોપ 3 બેટ્સમેન તો આઉટ થઈ ગયા હતા. એટલે મેદાને આવી કેમરૂન ગ્રીન અને ટિમ ડેવિડે ઇનિંગ સંભાળી. 75 રનના સ્કોર પર ઓસ્ટ્રેલિયાની અડધી ટીમ પેવેલિયનમાં હતી, ત્યારે ટિમ ડેવિડે 52 બોલ્સ પર 83 રનોની ધમાકેદાર ઇનિંગ રમીને ટીમને 178ના સ્કોર પર પહોંચાડી. 19 વર્ષના ક્વેના મફાકાએ પણ 4 વિકેટ લીધી.

POOJA PARMAR
error: Unable To Copy Protected Content!