20 વર્ષની એ છોકરી જેણે એક વર્ષમાં કરે છે 360 કરોડની કમાણી, બનાવે છે ન જોવાય તેવા વીડિયો….

OnlyFans થી પ્રખ્યાત થયેલી સોફી રેન ફરી એકવાર ચર્ચામાં છે. આ પહેલા એવી ખબર હતી કે સોફી રેને ઓન્લીફેન્સ દ્વારા એક વર્ષમાં $43.4 મિલિયન (રૂ. 366 કરોડ) કમાણી કરી. એક ઇન્ટરવ્યુમાં સોફીએ દાવો કર્યો કે તે ‘વર્જિન’ અને ‘એક ધર્મિનિષ્ઠ ખ્રિસ્તી’ છે. સોફીએ પહેલા તેના ઇન્ટરવ્યુમાં ઓન્લીફેન્સ વિશે વાત કરી. તેણે જણાવ્યું કે તે ઓન્લીફેન્સ દ્વારા કેટલી કમાણી કરી રહી છે.

તેણે આગળ કહ્યું, “હું એક ખ્રિસ્તી છું. મને ખબર છે કે તે વિચિત્ર લાગે છે, પરંતુ હું મારા ઓન્લીફેન્સ પર કોઈની સાથે બીજું કંઈ કરતી નથી. હું આવી છું. હું વર્જિન છું. હું આજ સુધી વર્જિન છું.” સોફીએ કહ્યું કે તે યોગ્ય વ્યક્તિની રાહ જોઈ રહી છે. એક એવી વ્યક્તિ જેની સાથે તે બાકીનું જીવન વિતાવવા માંગે છે. ઓન્લીફેન્સ એક ઇન્ટરનેટ કોન્ટેન્ટ સબ્સ્ક્રિપ્શન સર્વિસ છે. આ પ્લેટફોર્મ તેના ક્રિએટર-ફ્રેન્ડલી અપ્રોચને કારણે ખૂબ જ લોકપ્રિય બન્યું.

જ્યારે અન્ય ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ જાહેરાત આવક પર આધાર રાખે છે અને સર્જકોની કમાણીનો મોટો ભાગ લે છે, ઓન્લીફેન્સ એક અલગ કેસ છે. ઇન્ડિયન એક્સપ્રેસના આ અહેવાલમાં જણાવાયું છે કે ઓન્લીફેન્સ સર્જકોને તેમની આવકનો 80 ટકા હિસ્સો રાખવા દે છે. એટલું જ નહીં, તે સર્જકોને પૈસા કમાવવા માટે ઘણી અન્ય સુવિધાઓ પણ આપે છે.

જેમ કે પેઇડ સબ્સ્ક્રિપ્શન્સ, પે-પર-વ્યૂ મેસેજ અને પોસ્ટ્સ, ટિપ્સ, લાઇવ સ્ટ્રીમ્સ અને ફંડરેઝર. ઓન્લીફેન્સનો ઉપયોગ મુખ્યત્વે સેલિબ્રિટીઝ, મોડેલ્સ અને સેક્સ વર્કર્સ દ્વારા થાય છે. જેઓ આ પ્લેટફોર્મ પર તેમના ખાનગી ફોટા અને શૃંગારિક સામગ્રી શેર કરે છે. આવી સામગ્રી આ પ્લેટફોર્મ પર પેવોલ દ્વારા સુરક્ષિત છે, એટલે કે તમે ચૂકવણી કર્યા વિના સામગ્રીને ઍક્સેસ કરી શકતા નથી.

જો કે, કેટલાક લેખકો, કલાકારો, ફિટનેસ ટ્રેનર્સ, સંગીતકારો અને શેફ પણ ઓન્લીફેન્સ પર ખૂબ સક્રિય છે. જતા પહેલા, અમે તમને એ પણ જણાવી દઈએ કે ભારતમાં પોર્ન સામગ્રી પર પ્રતિબંધ હોવા છતાં, સરકારે હજુ સુધી ઓન્લીફેન્સ પર આવો કોઈ પ્રતિબંધ લાદ્યો નથી.

Previous Article

'સૈયારા' ની 500 કરોડી પાર્ટી: હિરોઈન સાથે મોજ કરતો દેખાયો હીરો અહાન પાંડે, ફિલ્મની સક્સેસ પાર્ટીમાં જોવા મળી કેમેસ્ટ્રી- ફેન્સ થયા ખુશખુશાલ

Next Article

ગ્લેન મેક્સવેલે અપાવી દીધી સૂર્યાની યાદ, બાઉન્ડ્રી પર પકડ્યો એવો કેચ કે બદલી નાંખી આખી મેચ

error: Protected Content!