‘સૈયારા’ ની 500 કરોડી પાર્ટી: હિરોઈન સાથે મોજ કરતો દેખાયો હીરો અહાન પાંડે, ફિલ્મની સક્સેસ પાર્ટીમાં જોવા મળી કેમેસ્ટ્રી- ફેન્સ થયા ખુશખુશાલ

અહાન પાંડે અને અનિત પડ્ડા સ્ટારર ફિલ્મ ‘સૈયારા’ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. ફિલ્મે કમાણીના ઘણા રેકોર્ડ બનાવ્યા છે. રિલીઝ થયાના 24 દિવસ પછી પણ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. વિશ્વભરમાં 500 કરોડ અને ભારતમાં 300 કરોડથી વધુ કમાણી કરનારી ફિલ્મની સક્સેસ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.

‘સૈયારા’ની સક્સેસ પાર્ટીના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયોમાં ફિલ્મના મુખ્ય કલાકારો અનિત અને અહાન પણ જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત, ફિલ્મના દિગ્દર્શક મોહિત સુરી પણ એક વીડિયોમાં કેક કાપતા જોવા મળે છે.

મોહિત સૂરીએ ‘સૈયારા’ માટે એક સક્સેસ પાર્ટીનું આયોજન કર્યું હતું, જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં, ચાહકોને અહાન અને અનિતની કેમેસ્ટ્રી પણ પસંદ આવી રહી છે. સૈયરાની પાર્ટીમાં લોકોને અનિત અને અહાનની કેમેસ્ટ્રી પણ લોકોને ખૂબ પસંદ આવી, ઘણી તસવીરોમાં બંને સાથે એન્જોય કરતા જોવા મળ્યા.

કેટલાક વીડિયોમાં બંને સાથે ડાન્સ કરતા પણ જોવા મળ્યા હતા. એક વીડિયોમાં તો અહાન અનીતને કપાળ પર કિસ કરતો પણ જોવા મળ્યો હતો.

ઘણા યુઝર્સ કહે છે કે બંનેની જોડી ફક્ત સ્ક્રીન પર જ નહીં પરંતુ ઓફ સ્ક્રીન પણ ખૂબ સારી લાગે છે. છેલ્લા ઘણા સમયથી અહાન અને અનિતના ડેટિંગની ચર્ચાઓ ચાલી રહી છે અને સક્સેસ પાર્ટીના વીડિયો પછી આ ચર્ચાઓ તેજ થઈ ગઇ છે. ચાહકો બંનેને સાથે જોવા માંગે છે. ફિલ્મ સૈયારા વિશે વાત કરીએ તો તે હવે ટૂંક સમયમાં નેટફ્લિક્સ પર OTT રિલીઝ માટે તૈયાર છે.

 

View this post on Instagram

 

A post shared by Filmfare (@filmfare)

Previous Article

ઘોર કળિયુગ બાપા! ઘરવાળાને છોડીને જવાન સાવકા દીકરાને પરણી ગઈ માતા, બે-બે બચ્ચાઓને જન્મ પણ આપી દીધો, જુઓ તસવીરો

Next Article

20 વર્ષની એ છોકરી જેણે એક વર્ષમાં કરે છે 360 કરોડની કમાણી, બનાવે છે ન જોવાય તેવા વીડિયો....

error: Protected Content!