એ હિરોઈન પરમસુંદરી, જેણે બાપ-દીકરા સાથે કર્યો
રોમાન્સ…. જેણે જોયું એણે આંખો બંધ કરી દીધેલી 🥹😉
આ બોલિવૂડ એક્ટ્રેસે પિતા અને પુત્ર બંને સાથે રોમાન્સ કર્યો છે. એટલું જ નહીં, તેણે એ જમાનાની પહેલી જ ફિલ્મમાં રેકોર્ડ બનાવી લીધો હતો. જેણે ‘બોબી’ પછી ‘સાગર’, ‘જાંબાઝ’, ‘રુદાલી’, ‘દિલ ચાહતા હૈ’ ‘તેનુ અનારી કહે’ (2024) અને ‘જટ્ટ’ (2025) જેવી ફિલ્મોમાં કામ કર્યું. તેના અભિનય અને સુંદરતાએ તેને દરેક પેઢીમાં લોકપ્રિય બનાવી.

આ એક્ટ્રેસ છે ડિમ્પલ કાપડિયા….તેને તેની યુવાનીમાં પરી જેટલી સુંદર માનવામાં આવતી. તેની મોટી આંખો, માસૂમ સ્માઇલ અને ગ્લેમરસ લુક…તેને બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાંની એક બનાવતી. ડિમ્પલે 1997 માં આવેલી ફિલ્મ ‘દિલ ચાહતા હૈ’ માં વિનોદ ખન્નાના પુત્ર અક્ષય ખન્ના સાથે કામ કર્યું હતું. જો કે, આ ફિલ્મમાં ડિમ્પલ અને અક્ષય વચ્ચે કોઈ સીધો પ્રેમ સંબંધ નહોતો.

આ ફિલ્મમાં ડિમ્પલે છૂટાછેડા લીધેલી સ્ત્રીની ભૂમિકા ભજવી હતી જેના પ્રેમમાં અક્ષય પડે છે. માધુરી પહેલા, ડિમ્પલ કાપડિયા પણ વિનોદ ખન્નાની હરકતોનો ભોગ બની ચૂકી છે. ‘પ્રેમ ધરમ’ ફિલ્મના શૂટિંગ દરમિયાન રાત્રે એક સીન શૂટ થઈ રહ્યો હતો. મહેશ ભટ્ટે એક્શન કહ્યું કે તરત જ વિનોદે ડિમ્પલને હગ કર્યુ અને કિસ કરવાનું શરૂ કરી દીધું. જો કે કટ કહ્યા પછી પણ તે અટક્યા નહીં, ત્યારે ડિમ્પલ ડરી ગઈ અને મેકઅપ રૂમમાં છુપાઈ ગઈ.

પછી મહેશ ભટ્ટે જઈને તેની માફી માંગી, ત્યારે જ સીન શૂટ થયો. એટલું જ નહીં, માધુરી દીક્ષિત સાથે પણ વિનોદ ખન્નાના બેકાબૂ થવાના સમાચારે હંગામો મચાવ્યો હતો. અભિનેત્રી સાથેના ઇન્ટિમેટ સીન દરમિયાન વિનોદ પોતાના હોશ ગુમાવી ચૂક્યો હતો અને કિસ કરતી વખતે હોઠ પર બચકું ભરી લીધુ હતુ.

તે દરમિયાન વિનોદ ખન્ના વિશે એવું કહેવામાં આવતું હતું કે તે તેના પાત્રમાં એટલા ડૂબી જતા કે તે ડિરેક્ટરનું કટ પણ સાંભળી શકતા નહોતા. ડિમ્પલ કાપડિયા સાથે પણ કંઈક આવું જ બન્યું હતું. ડિમ્પલે વિનોદ ખન્ના અને તેમના પુત્ર અક્ષય બંને સાથે રોમાન્સ કર્યો છે. ડિમ્પલ કાપડિયાએ 1987 માં આવેલી ફિલ્મ ‘ઇન્સાનિયત’ માં વિનોદ ખન્ના સાથે કામ કર્યું હતું.

આ ફિલ્મમાં બંને વચ્ચે ઘણા રોમેન્ટિક સીન શૂટ કરવામાં આવ્યા હતા. તે સમયે બોલિવૂડના એક સુંદર અને પ્રતિભાશાળી સ્ટાર વિનોદ ખન્ના ડિમ્પલની સુંદરતા અને ચાર્મથી પ્રભાવિત થયા હતા. દર્શકોને ફિલ્મમાં તેમની કેમેસ્ટ્રી ખૂબ જ ગમી હતી. ડિમ્પલે 1973માં 16 વર્ષની ઉંમરે ફિલ્મ ‘બોબી’થી ડેબ્યૂ કર્યું હતું, જેમાં ઋષિ કપૂર સાથેની તેની જોડીએ ધૂમ મચાવી હતી. આ ફિલ્મે તેની સુંદરતા અને માસૂમિયતને દરેકના દિલમાં ઉતારી દીધી હતી.