મારી બહેન માટે દુઆ કરો…વેન્ટીલેટર પર સાઉથ એક્ટ્રેસ, બાઇક એક્સીડન્ટ બાદ હાલત નાજુક
વેન્ટિલેટર પર અરુંધતિ નાયરની હાલત નાજુક, તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ મોં ફેરવ્યુ તો પરિવારે લોકો પાસે માગી મદદ
તમિલ અને મલયાલમ ફિલ્મ અભિનેત્રી અરુંધતી નાયરની હાલત નાજુક છે. થોડા દિવસો પહેલા જ અભિનેત્રીનો એક ભયાનક અકસ્માત થયો હતો, ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. અરુંધતિને વેન્ટિલેટર પર રાખવામાં આવી છે. ત્યારે હાલમાં જ તેની બહેને હેલ્થ અપડેટ શેર કરી છે. જણાવી દઇએ કે, અરુંધતી નાયર 14 માર્ચે બાઇક અકસ્માતનો શિકાર બની હતી અને ગંભીર ઈજાઓને પગલે તેને તેને વેન્ટિલેટર પર રાખવામાં આવી છે. અભિનેત્રી જીવન અને મોત વચ્ચેની લડાઈ લડી રહી છે.
ચાહકો તેના સાજા થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે. અહેવાલો અનુસાર, અરુંધતિનો અકસ્માત કોવલમ બાયપાસ પાસે થયો હતો. તે તેના ભાઈ સાથે બાઇક પર મુસાફરી કરી રહી હતી. કહેવામાં આવી રહ્યું છે કે અરુંધતી એક યુટ્યુબ ચેનલને ઈન્ટરવ્યુ આપીને પરત ફરી રહી હતી. અભિનેત્રીને માથામાં ગંભીર ઈજા થઈ છે.
18 માર્ચે અરુંધતીની બહેન આરતી નાયરે એક પોસ્ટ શેર કરી અને સંપૂર્ણ સ્વાસ્થ્ય અપડેટ આપ્યું. આરતીએ જણાવ્યું કે તેની બહેનની હાલત નાજુક છે, દરેક ક્ષણ તેના માટે ભારે હોય છે. બહેને લખ્યું- મને સ્પષ્ટતા કરવાની જરૂર લાગે છે કે અરુંધતીની હાલત કવી છે. દરેક અખબાર અને ટીવીમાં આ જ સમાચાર ચાલી રહ્યા છે. એ વાત સાચી છે કે મારી બહેન અરુંધતીનો અકસ્માત થયો હતો, તેને ખૂબ જ ગંભીર ઈજાઓ થઈ. તે જીવન અને મોત સામે લડી રહી છે.
તેને વેન્ટિલેટર પર રાખવામાં આવી છે. અરુંધતીના સાજા થવા માટે તમારા સમર્થન અને પ્રાર્થનાની સખત જરૂર છે. અભિનેત્રીની મદદ માટે તેની મિત્ર ગોપિકા અનિલે આર્થિક મદદ માંગી. પરિવારે ફંડ એકત્રીકરણ અભિયાન દ્વારા લોકો પાસેથી પૈસા પણ માંગ્યા છે. ગોપિકા અનિલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેણે ચાહકો અને અનુયાયીઓને તેની મિત્ર અરુંધતી નાયર માટે આર્થિક મદદની અપીલ કરી હતી.
View this post on Instagram
ગોપિકાએ અનિલે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર બેંક એકાઉન્ટની વિગતો પણ શેર કરી હતી જેમાં પૈસા જમા થઈ શકે છે. અરુંધતિ નાયરની બીજી મિત્ર રેમ્યા જોસેફે કહ્યું કે અભિનેત્રીને તેની સારવાર માટે આર્થિક મદદની જરૂર છે. આ સાથે તેણે એ પણ જણાવ્યું કે અભિનેત્રીની મદદ માટે તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી કોઈ આગળ આવ્યું નથી.
View this post on Instagram