ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન સૌરવ ગાંગુલી તેની રમતને લઈને હંમેશા ચર્ચામાં રહ્યા હતા, આજે પણ દુનિયાભરમાં તેમના કરોડ ચાહકો રહેલા છે. સૌરવ ગાંગુલીને તેમના ચાહકો દાદા કહીને સંબંધો છે. થોડા સમય પહેલા જ સૌરવ ગાંગુલીએ “એશિયન પેઇન્ટ્સ સીઝન-2″ના એક એપિસોડ દ્વારા પોતાના ઘરને રૂબરૂ કરાવ્યું હતું.
ગાંગુલીએ 8 મિનિટ અને 13 સેકેન્ડની અંદર આ વીડિયોની અંદર પોતાના ઘરથી જોડાયેલી તમામ યાદો શેર કરી હતી. ગાંગુલી જણાવે છે કે તેમનું ઘર એ જગ્યા છે જ્યાં આવીને તેમને ખુબ જ પ્રસન્નતા થાય છે. ગાંગુલીના જણાવ્યા પ્રમાણે આ ઘરની અંદર તેમનો પરિવાર છેલ્લા 64 વર્ષથી રહે છે.
ગાંગુલી જણાવે છે કે તેમનું ઘર તેમના માટે ખાસ છે, પરંતુ તેના કરતા પણ વધારે તેમના ઘરમાં રહેવા વાળા લોકો ખાસ છે. જેમને પોતાની ખુશીઓથી આને ભરી દીધું છે. એક સવાલના જવાબમાં ગાંગુલીએ એમ પણ જણાવે છે કે તે સૌથી વધારે પૈસા તેના ઘર ઉપર જ ખર્ચ કરે છે.
ગાંગુલી પોતાના આ ઘરને હંમેશા સ્વચ્છ રાખવાનું પસંદ કરે છે. ગાંગુલીનું આ ઘર અંદરથી પણ ખુબ જ આલીશાન છે. જેમાં ગાંગુલીએ પોતાના ક્રિકેટ સાથે જોડાયેલી યાદોને પણ ખુબ જ સારી રીતે સાચવીને રાખી છે.
ગાંગુલી જયારે ક્રિકેટ રમતો હતો ત્યારે તેને મળેલી ટ્રોફીઓને પણ ઘરની અંદર ખુબ જ ખાસ રીતે સજાવીને રાખી છે.
ગાંગુલીના ઘરનો બેઠક એરિયા પણ ખુબ જ શાનદાર છે, જેમાં તે બેસીને મહેમાનો અને મિત્રો સાથે વાતો કરતા હોય છે.
દાદાના ઘરની અંદર ડાયનિંગ ટેબલ પણ ખુબ જ ખાસ છે. જેના ઉપર ગાંગુલીની માતાએ સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, વીવીએસ લક્ષ્મણ જેવા ઘણા ખેલાડીઓને જમવાનું પીરસ્યું છે.
સૌરવ ગાંગુલી જણાવે છે કે આ ઘરની અંદર એક વ્યક્તિ તેનું ખુબ જ ખાસ છે. અને તે છે તેમની દીકરી સના, જેને તે ખુબ જ પ્રેમ કરે છે.
સૌરવ ગાંગુલીને પોતાના આ ઘર પ્રત્યે એટલો બધો પ્રેમ છે. કે આટલી મોટી પ્રતિભા બનવા છતાં પણ તેમને પોતાનું ઘર છોડીને બીજે ક્યાંય રહેવા જવા માટેનું નથી વિચાર્યું.
ગાંગુલી રોજ પોતાના ઘરની અંદર સોફા ઉપર બેસીને ન્યુઝ પેપર વાંચે છે. ગાંગુલીના જણાવ્યા પ્રમાણે તેમને ઘરમાં સૂર્યનો પ્રકાશ આવવો ખુબ જ પસંદ છે. જેનાથી તેમને તાજગી મળે છે.
ગાંગુલીના ઘરનો લિવગ એરિયા પણ ખુબ જ શાનદાર છે. તેમને આ જ જગ્યાએ બેસીને ઘણી મેચ જોઈ છે. તે ટીવી જોવાનું પણ અહિયાંથી જ પસંદ કરે છે.
સૌરવે પોતાના ઘર ઉપર આછા રંગો લગાવ્યા છે. જે તેમને ખુબ જ પસંદ છે. ગાંગુલીના આ આલીશાન ઘરની અંદર 48 ઓરડાઓ છે.