લોકપ્રિય ગાયક સોનુ નિગમના ઘરે થઇ 72 લાખની ચોરી….આ વ્યક્તિ પર આવી શંકાની સોય, પોલીસ લાગી તપાસમાં, જાણો સમગ્ર મામલો

સોનુ નિગમના પિતાના ઘરમાંથી બે દિવસમાં આ વ્યક્તિ આંચકી ગયો 72 લાખ રૂપિયા, કોઈને ખબર પણ ના પડી અને જાણ થતા જ એવો વ્યક્તિ નીકળ્યો કે…

દેશભરમાં ચોરીની ઘણી ઘટનાઓ સતત સામે આવી રહી છે. જ્યાં ઘરમાંથી ચોર બધું જ સફાચટ કરીને ચાલ્યા જતા હોય છે. ત્યારે સામાન્ય માણસની જેમ સેલેબ્સના ઘરમાં પણ ચોરીઓ થતી હોય છે. ઘણીવાર ઘરની અંદર કોઈ કામ કરનાર વ્યક્તિ અથવા તો કોઈ જાણભેદા દ્વારા જ લાખો રૂપિયાની રોકડ અને ઘરેણા ચોરી લેવામાં પણ આવતા હોય છે.

ત્યારે હાલ આવો જ એક મામલો બોલીવુડના સૌથી લોકપ્રિય ગાયકોમાંથી એક એવા સોનુ નિગમના ઘરમાંથી સામે આવ્યો છે. સોનુના પિતા અગમ કુમાર નિગમ વિશે ચોંકાવનારી ખબર સામે આવી છે. અગમ કુમારના ઘરમાંથી રૂ. 72 લાખની ચોરી થઈ છે અને તેમના પૂર્વ ડ્રાઈવર સામે ચોરીનો કેસ નોંધવામાં આવ્યો છે. એક અધિકારીએ બુધવારે આ જાણકારી આપી હતી.

ગાયકના પિતા અગમકુમાર નિગમ અંધેરી પશ્ચિમમાં ઓશિવારા ખાતે વિન્ડસર ગ્રાન્ડ બિલ્ડીંગમાં રહે છે અને કથિત ચોરી 19 માર્ચથી 20 માર્ચની વચ્ચે થઈ હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે સોનુની નાની બહેન નિકિતાએ બુધવારે વહેલી સવારે ઓશિવારા પોલીસ સ્ટેશનમાં કથિત ચોરીની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ અનુસાર, રેહાન નામનો વ્યક્તિ લગભગ આઠ મહિનાથી અગમકુમાર સાથે ડ્રાઇવર તરીકે કામ કરતો હતો, પરંતુ તેનું પ્રદર્શન સંતોષકારક ન હોવાથી તેને તાજેતરમાં જ હટાવી દેવામાં આવ્યો હતો.

ફરિયાદને ટાંકીને અધિકારીએ કહ્યું કે રવિવારે (19 માર્ચ) બપોરે અગમકુમાર વર્સોવા વિસ્તારમાં નિકિતાના ઘરે લંચ માટે ગયા હતા અને થોડા સમય પછી પાછા ફર્યા હતા. સાંજે તેણે પુત્રીને ફોન કરીને જણાવ્યું કે લાકડાના કબાટમાં રાખેલા ડિજિટલ લોકરમાંથી 40 લાખ રૂપિયા ગાયબ છે.
બીજા દિવસે, આગમકુમાર વિઝા સંબંધિત કોઈ કામ માટે “7-બંગલો” ખાતે તેમના પુત્રના ઘરે ગયા હતા અને સાંજે પાછા ફર્યા હતા.

તેઓને લોકરમાંથી અન્ય રૂ. 32 લાખ ગાયબ જણાયા, જેને નુકસાન થયું ન હતું. અધિકારીએ જણાવ્યું હતું કે અગમકુમાર અને નિકિતાએ તેમની સોસાયટીના CCTV ફૂટેજ તપસ્યા હતા, જેમાં તેમનો ભૂતપૂર્વ ડ્રાઈવર રેહાન બહાર હતો ત્યારે બંને દિવસે બેગ લઈને તેમના ફ્લેટ તરફ જતો જોવા મળ્યો હતો. ફરિયાદ મુજબ, અગમકુમારને શંકા છે કે રેહાન “ડુપ્લિકેટ ચાવી” ની મદદથી તેના ફ્લેટમાં પ્રવેશ્યો હતો અને રૂમના ડિજિટલ લોકરમાંથી લાખોની ચોરી કરી હતી.

Niraj Patel