‘પ્યાર કા પંચનામા 2’ની અભિનેત્રીએ પુલમાં કરી એવી ગજબ કસરત કે લોકોએ કહ્યું- મારામાં તો હિમ્મત જ નથી – જુઓ વીડિયો
બોલીવુડની જાણીતી અભિનેત્રી સોનાલી સેહગલે ફિલ્મ ‘પ્યાર કા પંચનામા 2’ દ્વારા લોકોને દિવાના બનાવી દીધા હતા. સોનાલી ભલે ફિલ્મોમાં ઓછી ન જોવા મળે, પરંતુ તે સોશિયલ મીડિયા પર તેની ગ્લેમરસ તસવીરો અને વીડિયો શેર કરતી હોય છે.સોશિયલ મીડિયા પર તેની ઘણી સારી ફેન ફોલોઇંગ છે અને ચાહકો પણ તેના લેટેસ્ટ પોસ્ટની આતુરતાથી રાહ જોઇ રહ્યા હોય છે.
સોનાલીએ પોતાનો નવો વીડિયો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આમાં, તે કાળા કલરની પહેરેલી છે અને પૂલમાં કસરત કરતી જોવા મળી રહી છે અને વીડિયો પાછળની બાજુથી શૂટ કરવામાં આવી રહ્યો છે.આ વીડિયો પર અભિનેત્રીએ કેપ્શન આપ્યું, ‘મજબૂત કોર જોઈએ છે? આ પ્રયાસ કરો! ચેતવણી – તે સરળ નથી. ‘ આ સાથે સોનાલીએ #fitnessreels #stayfit #fitgirls #strongcore #core #yogawithsonnalli જેવા હેશટેગ પણ આપ્યા હતા.
આ વીડિયોમાં પહેરીને સોનાલી સેહગલ સ્વિમિંગ પુલમાં ખાસ રીતે યોગા કરતી જોવા મળી રહી છે. સોનાલીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. હવે ચાહકો કોમેન્ટમાં ફાયર ઇમોજી પોસ્ટ કરી રહ્યા છે. એક યુઝરે તેને ‘હોટ’ અને બીજાએ તેને ‘ક્રશ’ કહ્યો.
તે વારંવાર પાછળ લઈ જઈને તેનું માથું પાણીમાં લઇ જાય છે અને પછી બેસી જાય છે. આ દરમ્યાન તેના બંને હાથ નમસ્કારની મુદ્રામાં રાખેલા છે. એટલા માટે તેનું આ વોટર વર્કઆઉટ યોગાસન જેવું લાગી રહ્યું છે.
સોનાલી સેહગલે તેના કારકિર્દીની શરૂઆત મોડેલિંગથી કરી હતી. તેને હિન્દી સિનેમામાં આવવાની પહેલી તક લવ રંજનની ફિલ્મ ‘પ્યાર કા પંચનામા’માંથી મળી હતી. તે ફિલ્મમાં તેને રિયાની ભૂમિકા નિભાવી હતી. ફિલ્મો સિવાય ગાયક આતિફ અસલમના વીડિયોમાં પણ નજર આવી હતી.
સોનાલી ઘણા રિયાલિટી શો હોસ્ટ કરતી પણ નજર આવતી હોય છે. તેના સિવાય સોનાલી ‘જય માતા દી’માં સની સિંહની સાથે નજર આવી હતી. સોનાલી જલ્દી તેની ડેબ્યુ ફિલ્મ સિક્કલ ‘પ્યાર કા પંચનામા 3’માં નજર આવશે. આ સિવાય સોનાલીએ ‘સોનૂ કે ટીટૂ કી સ્વીટી’, ‘વેડિંગ પુલાવ’ અને ‘હાઇજેક’ જેવી ફિલ્મોમાં કામ કરેલું છે.
View this post on Instagram