ગોવાની ક્લબમાં PA જબરદસ્તી સોનાલીને બોટલ મોઢે માંડતો દેખાયો, જુઓ નવો વીડિયો

છેલ્લા ચારેક દિવસથી ટિકટોક સ્ટારમાંથી નેતા બનેલી સોનાલી ફોગાટના ગોવામાં થયેલા મૃત્યુની મેટર ખુબ વાયરલ થઇ રહી છે અને હવે પોલીસ સામે એક નવો ખુલાસો થયો છે. તેને 1.5 ગ્રામ MDMA આપવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ધરપકડ કરવામાં આવેલ સુધીરે પૂછપરછમાં આ વાત કબૂલી છે. ગોવા પોલીસને હાથ એક ખાસ સીસીટીવી ફૂટેજ હાથમાં લાગ્યા છે.


જેમાં સુધીર બોટલ દ્વારા સોનાલીને કંઇક પીવડાવતો નજરે આવી રહ્યો છે. જોકે ટીકટોક સ્ટાર વારંવાર તેને રોકી રહી હતી. તેણી તે ડ્રીંક પીવાથી બચી રહી હતી. હવે પોલીસને શંકા છેકેઆ પીણું MDMA છે જે સોનાલીને આપવામાં આવ્યું હતું. આ વાતની પુષ્ટિ માટે કેમિકલ તપાસ કરાવવામાં આવી રહી છે. આ કેસમાં પીએ સુધીર સાંગવાન અને તેના મિત્ર સુખવિંદર સિંહને પકડી લેવામાં આવ્યા છે.

તમને જણાવી દઇએ કે, આ અભિનેત્રીએ ભાજપની ટિકિટ પર આદમપુરથી 2019ની વિધાનસભાની ચૂંટણી લડી હતી. આ ઉપરાંત ટિકટોક વિડીયોને કારણે પણ તે ચર્ચામાં રહી હતી. આ એક્ટ્રેસ બિગ બોસમાં પણ જોવા મળી ચૂકી છે. સોનાલી ફોગાટનો જન્મ સપ્ટેમ્બર 1979માં હરિયાણાના હિસારમાં થયો હતો.

તેમણે હિસારની વિદ્યા દેવી જિંદાલ સ્કૂલમાંથી શિક્ષણ પૂર્ણ કર્યું હતું. થોડા વર્ષો પહેલા સોનાલી ફોગાટના પતિનું નિધન થયું હતું. ત્યારથી તે તેની પુત્રી સાથે રહે છે. તેણે ટિકટોક વિડીયો દ્વારા કરોડોની કમાણી કરી હતી. હરિયાણાના હિસારથી નેતા અને ટિકટૉક ની સેઇલબ્રીટી સોનાલી ફોગાટને PA સુધીરે બળજબરીપૂર્વક નશીલો પદાર્થ પીવડાવ્યું હતું.

એક નવા CCTV ફૂટેજમાં સુધીર સોનાલીને બળજબરીપૂર્વક બોટલ પીવડાવતો જોવા મળી રહ્યો છે. આ ફૂટેજ ગોવાની ક્લબનો હોવાનું કહેવામાં આવે છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે સોનાલી ડાંસ કરતી વખતે લથડીયા ખાઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અભિનેત્રી એક ફિલ્મ માટે 20થી 25 લાખ રૂપિયા ચાર્જ કરતી હતી.

તો બિગબોસમાં દરેક એપિસોડ માટે તેને 80 હજાર રૂપિયા આપવામાં આવતા હતા. સોનાલી પાસે અઢી કરોડથી વધુની સંપત્તિ છે. ત્રણ વર્ષ પહેલા લોકસભા ચૂંટણીમાં ચૂંટણી પંચને આપેલા શપથ પત્રમાં સોનાલી ફોગાટે 25.61 લાખની ચલ અને 2 કરોડ 48 લાખ 50 હજારની અચલ સંપત્તિ દર્શાવી હતી.

YC