સોનાક્ષી સિન્હાનો અતરંગી લુક થયો વાયરલ, બોયકટ હેરસ્ટાઇલમાં જોવા મળી અભિનેત્રી

એક્ટ્રેસ સોનાક્ષીની નવો અવતાર જોઈને ફેન્સને આઘાત લાગ્યો, કહ્યું અરરર આટલા ગંદા હેરકટ

ફિલ્મ “દબંગ” ફેમ અભિનેત્રી સોનાક્ષી સિન્હા આ દિવસોમાં ઘરે જ સમય પસાર કરી રહી છે. તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે તેની તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે. આ વચ્ચે તેનો અતરંગી લુક સોશિયલ મીડિયા પર ચાહકોને પસંદ આવી રહ્યો છે.

સોનાક્ષી સિન્હાએ બોયકટ હેરસ્ટાઇલ કરાવી છે અને તમને જાણીને આશ્ચર્ય થશે કે તેણે આ હેરસ્ટાઇલ તેના વાળને કપાવ્યા વગર બનાવી છે. સોનાક્ષી આ હેેરસ્ટાઇલમાં અતરંગી લાગી રહી છે. અદાકારાની આ તસવીરો તેણે શેર નથી કરી પરંતુ આ તસવીરો ફેન પેજ દ્વારા સામે આવી છે.

સોનાક્ષી આ તસવીરોમાં ઘણી કુલ લાગી રહી છે. સોનાક્ષીનો આવો લુક હજી સુધી કોઇ પણ ફિલ્મમાં સામે આવ્યો નથી.

સોનાક્ષી સિન્હાની આ હેરસ્ટાઇલ માટે હાઇ પોની ટેલ બનાવી છે અને તે બાદ વાળને આગળ કરી બોયકટ લુક આપવામાં આવ્યો છે.

સોનાક્ષી સિન્હાનો આ લુક જોઇ એવું લાગી રહ્યુ છેે કે, કદાચ તે કોઇ ફોટોશૂટ માટે તૈયાર થઇ છે. આ લુક તેના પર ઘણો સૂટ પણ કરી રહ્યો છે.

Shah Jina