હે ભગવાન: આ તો કેવી મા ? સાડા ત્રણ વર્ષનો દીકરો ઓનલાઇન શિક્ષણમાં આવું કર્યું તો માતાએ મોઢું દબાવીને કરી નાખી હત્યા, પોતે પણ…

સગી માટે દીકરાની તકિયાથી મોઢું દબાવીને મારી નાખ્યો, કારણ જાણીને તમારું હૃદય દ્રવી ઉઠશે

કોરોના વાયરસ અને લોકડાઉનના કારણે શાળા કોલેજોનું શિક્ષક કાર્ય પણ બંધ કરી દેવામાં આવ્યું. જેના બાદ ઓનલાઇન શિક્ષણનો નવો રસ્તો મળ્યો અને ઘણી શાળાઓ અને કોલેજો પણ ઓનલાઇન શિક્ષણ આપવા લાગી. આ દરમિયાન ઘણા બાળકો ઓનલાઇન ક્લાસ ભરવામાં ઘણા નાટકો કરવા લાગ્યા જેના કારણે વાલીઓ પણ તેમના ઉપર ગુસ્સે થતા હતા.

પરંતુ હાલ એક સાડા ત્રણ વર્ષના માસુમ બાળક જેને ઓનલાઇન શિક્ષણમાં પણ એટલી સમજ નહોતી પડતી અને તે બરાબર ધ્યાન નહોતો આપી શકતો જેના કારણે તેની જ માતા તેના ઉપર એટલી ગુસ્સે ભરાઈ કે તેને પોતાના માસુમ દીકરાની મોઢું દબાવીને હત્યા જ કરી નાખી.  જેના બાદ તેને પણ આ વાતનો અફસોસ થયો અને તે પણ ફાંસીના ફંદે લટકાઈ ગઈ.

મીડિયા દ્વારા મળી રહેલી માહિતી અનુસાર આ ઘટના નાસિકના પાથરડીની છે. જ્યાંના સિદ્ધિ એપાર્ટમેન્ટમાં રહેનારી શિખા સાગર પાઠકનું શબ સોમવારના રોજ ફાંસીના ફંદા ઉપર લટકાયેલું જોવા મળ્યું હતું. મહિલાએ આપઘાત કરતા પહેલા સુસાઇડ નોટ પણ લખી હતી જેમાં તેને બંનેના મોત પાછળ કોઈને જવાબદાર ના ગણવા.

આ મહિલાએ પોતાની સુસાઇડ નોટમાં સ્પષ્ટ રૂપે નથી જણાવ્યું કે દીકરાની હત્યા તેને કરી છે. જો કે બંનેની લાશ રૂમની અંદરથી મળી આવી હતી. રૂમ બહારથી બંધ હતી અને બાળકના નાકમાંથી લોહી નીકળી રહ્યું હતું. આ સમયે મૃતક મહિલા તેના પિયરમાં હતી અને તેના માતા પિતા પણ ઘરમાં હાજર હતા તેમના દ્વારા પણ તેમના નાતિનની હત્યા કરવાની ખાતરી કરવામાં આવી છે.

Niraj Patel