ઘોર કળિયુગ: દીકરાએ માતાને એવો જોરદાર લાફો માર્યો કે ચાલ્યો ગયો માનો જીવ, સમગ્ર ઘટના CCTVમાં થઇ કેદ,જુઓ વીડિયો

આજના સમયમાં ઘણા એવા કિસ્સાઓ સાંભળવા મળે છે કે લોહીના સંબંધોમાં પણ વિશ્વાસ જોવા નથી મળતો, હાલ એક એવો જ કિસ્સો દિલ્હીના દ્વારકામાંથી સામે આવી રહ્યો છે. જ્યાં પાર્કિંગના વિવાદને લઈને એક ગુસ્સે ભરાયેલા દીકરાએ પોતાની ઘરડી માતાને મોઢા ઉપર એટલી જોરદાર થપ્પડ મારી કે માતાનું મૃત્યુ જ થઇ ગયું.

દીકરાએ પોતાની માતાને એટલી જોરદાર થપ્પડ મારી હતી કે માતા જમીન ઉપર પડી ગઈ અને તરત જ તેમને સારવાર માટે લઇ જવામાં આવ્યા પરંતુ સારવાર દરમિયાન જ તેમને દમ તોડી નાખ્યો હતો. આ સમગ્ર ઘટનાની ખાત્રી દ્વારકા ડીસીપી સંતોષ કુમાર મીણા દ્વારા કરવામાં આવી છે. તેમને જણાવ્યું કે વીડિયો મળી આવ્યા બાદ જયારે પોલીસે તપાસ શરૂ કરી ત્યારે આ વાત સામે આવી હતી.

પોલીસ દ્વારા મળેલી જણકારી અનુસાર 15 માર્ચ બપોરે 12:07 વાગે બિન્દાપુર પોલીસ સ્ટેશનમાં ઝઘડાનો એક પીસીઆર કોલ આવ્યો હતો. કોલ મળ્યા બાદ પોલીસની એક ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી તો કોલ કરવા વાળી મહિલા સેવક પાર્કની શુધરા (38) જણાવ્યું કે બિલ્ડિંગના માલિક સાથે ગાડી પાર્કિંગને લઈને કેટલોક વિવાદ થઇ ગયો છે. પરંતુ હવે તે ઉકેલાઈ ગયો છે અને આ મામલામાં તે હવે કાર્યવાહી કરવા નથી માંગતી. જેના બાદ પોલીસની ટીમ પાછી આવી ગઈ હતી.

આ સમગ્ર મામલા બાદ એક વીડિયો દ્વારા ખુલાસો થયો કે આ ઘટના બાદ પાર્કિંગના વિવાદને લઈને એક વૃદ્ધ મહિલા અવતાર કૌર (76) અને તેમના દીકરા રણબીર અને વહુ વચ્ચે વિવાદ થયો હતો. વિવાદ દરમિયાન જ રણબીરે પોતાની માતાના મોઢા ઉપર જોરથી થપ્પડ મારી. માતા પોતાને સાચવી ના શકી અને જમીન ઉપર ફસડાઈ પડી હતી.

વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે માતાના નીચે પડ્યા બાદ તેની વહુ તેને ઉભી કરવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ દીકરો દૂર ઉભો છે. પોલીસના જણાવ્યા અનુસાર ત્યારબાદ વૃદ્ધ મહિલાને દીકરો અને વહુ હોસ્પિટલ લઇ ગયા અને ત્યાં તેમનું મોત થઇ ગયું.

આ ઘટના બાદ આરોપી દીકરો ફરાર થઇ ગયો હતો, પરંતુ હાલમાં પોલીસે તેને ઝડપી લીધો છે અને આગળની કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે. જુઓ આ સમગ્ર ઘટનાનો વીડિયો

Niraj Patel