મધર્સ ડે ઉપર આ પાયલોટ દીકરાએ જીતી લીધું આખી દુનિયાનું દિલ, પોતાની મા માટે ઉડાવ્યું વિમાન અને યાત્રીઓને જે કહ્યું તે તમારું પણ દિલ જીતી લેશે, જુઓ વીડિયો

પાયલોટ મા માટે પાયલોટ દીકરાએ ઉડાવ્યું પ્લેન, આપ્યો એવો સંદેશ કે સાંભળીને તમારી આંખો પણ ભીની થઇ જશે

બે દિવસ પહેલા જ દુનિયાભરમાં મધર્સ ડેની ઉજવણી કરવામાં આવી. આ દરમિયાન ઘણા લોકોએ પોતાની માતા સાથેના ફોટોગ્રાફ અને વીડિયો સોશિયલ મીડિયામાં શેર કાર્ય તો કોઈએ તેમની માતાને કોઈને કોઈ ભેટ પણ આપી. પરંતુ હાલ સોશિયલ મીડિયામાં એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને આખી દુનિયાના દિલ જીતી લીધા છે.

ઈન્ડિગો એરલાઈન્સે તેના ઓફિશિયલ ફેસબુક પેજ પર એક નાનો વીડિયો પોસ્ટ કર્યો છે, જેને જોઈને લોકો ખૂબ જ પ્રેરિત થયા અને દરેકના ચહેરા પર સ્મિત આવી ગયું. આ વાયરલ વીડિયોમાં એક ખાસ વાત જોવા મળી. એક પુત્રએ એવું કામ કર્યું છે, જે બહુ ઓછા લોકો કરી શકતા હોય છે. દીકરાએ તેની માતાનું સપનું પૂરું કર્યું.

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે ફ્લાઈટમાં મા-દીકરાની જોડી ઊભી છે, જ્યાં એક નહીં પરંતુ બંનેએ પાયલોટનો યુનિફોર્મ પહેર્યો છે. માતા અને પુત્ર બંનેએ ઈન્ડિગો એરલાઈન્સમાં પાયલોટ તરીકે ઉડાન ભરી હતી. નેટીઝન્સ પણ આ વીડિયોથી પ્રભાવિત થયા હતા, કારણ કે તે બતાવે છે કે કેવી રીતે તેની માતાને પ્લેન ઉડાવતા જોઈને પુત્ર પણ પ્રેરિત થયો અને 24 વર્ષ પછી તેની માતા સાથે પ્લેનમાં ઉડાન ભરી.

પાયલોટ તરીકે માતા અને પુત્રની આ પ્રથમ ફ્લાઇટ હતી. જોકે, પુત્રએ કોકપીટમાં બેસીને ફ્લાઈટ ઓપરેટ કરી હતી, જ્યારે માતાએ પાયલોટના યુનિફોર્મમાં પેસેન્જર તરીકે મુસાફરી કરી હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે પુત્ર પ્લેનની અંદર પ્રવેશે છે ત્યારે અંદર બેઠેલા પેસેન્જરોને જણાવે છે કે તે પહેલીવાર તેની માતા સાથે પ્લેનમાં પાયલોટ તરીકે હાજર હતો. આ સાંભળીને પ્લેનની અંદર બેઠેલા મુસાફરો ખૂબ ખુશ થઈ ગયા અને બધા તાળીઓ પાડવા લાગ્યા. કેટલાક લોકો ભાવુક થઈને રડવા પણ લાગ્યા હતા.

આ ખાસ પ્રસંગે, પુત્ર તેની માતાને ગળે લગાડતો અને ગુલાબનો સુંદર ગુલદસ્તો આપતો જોઈ શકાય છે. ઈન્ડિગો એરલાઈન્સે આ વીડિયોને કેપ્શન સાથે શેર કર્યો અને લખ્યું, ‘મધર્સ ડે પર મા-દીકરાની પાયલોટ જોડીથી વધુ સારું શું હોઈ શકે? પુત્ર ફ્લાઇટ ચલાવતો હતો અને માતાએ પેસેન્જર તરીકે મુસાફરી કરી હતી.’ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ ખુબ જ થયો છે.

Niraj Patel