ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર આત્મહત્યાના ઘણા કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર કોઇ પ્રેમ સંબંધમાં આપઘાત કરી લેતુ હોય છે, તો ઘણી માનસિક કે શારીરિક હેરાનગતિને કારણે આપઘાત કરી લેતા હોય છે. પરંતુ હાલ આપઘાતનો એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં પિતાનું અપમાન સહન ન કરી શકવાને કારણે દીકરાએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો. I Love You Papa. હું આત્મહત્યા કરવા જઈ રહ્યો છું કારણ કે હું તમારું અપમાન થતું નથી જોઈ શકતો. આ શબ્દો વીડિયોમાં રેકોર્ડ કર્યા બાદ ફેક્ટરી માલિકથી કંટાળીને યુવકે ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી લીધી.

મૃતકે ફેક્ટરીના સંચાલકના પુત્રો પર મારપીટનો આરોપ લગાવ્યો છે, હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. અમર વિહાર કોલોની જગાધરીના દુર્ગાદાસનો આરોપ છે કે તે અને તેનો પુત્ર ચેતન મેટલ્સ ફેક્ટરીમાં કામ કરતા હતા. કારખાનાના માલિક મોહિત, ભાનુએ તેની સાથે મારપીટ કરી હતી. જેનાથી કંટાળીને પુત્રએ ઝેરી પદાર્થ ગળી લીધો હતો. તેને ગાબા હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આપઘાત કરતા પહેલા મૃતકે તેના પિતાના નામે એક વીડિયો મેસેજ પણ રેકોર્ડ કર્યો હતો.

વીડિયોમાં યુવક કહી રહ્યો છે આઈ લવ યુ પાપા, હું તમને ખૂબ પ્રેમ કરું છું, હું તમારું અપમાન સહન કરી શકતો ન હોવાથી આત્મહત્યા કરી રહ્યો છું, આરોપીને ફાંસી થવી જોઈએ.ઘટનાની જાણ થતા ડીએસપી ઘટનાસ્થળે પહોંચ્યા અને સંબંધીઓને યોગ્ય કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું. પોલીસ સ્ટેશન જગાધરી ડીએસપીએ જણાવ્યું કે આરોપીઓની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. તેમણે પરિવારને ખાતરી આપી કે પોલીસ આરોપીઓ સામે કાર્યવાહી કરી રહી છે.

આ અંગે હાલ તો પોલીસે તપાસ હાથ ધરી છે. જણાવી દઇએ કે, મૃતકના લગ્ન બે વર્ષ પહેલા થયા હતા અને તેની પત્ની આઠ માસની ગર્ભવતી છે. પિતાના નિવેદન અને મોબાઈલમાંથી મળેલા વીડિયોના આધારે પોલીસે ફેક્ટરીના સંચાલકના બે પુત્રો મોહિત અને ભાનુ વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ નોંધ્યો છે. મરતા પહેલા મૃતકે આરોપીને ફાંસીની સજા આપવામાં આવે તેવી અરજી કરી હતી. ઉલ્લેખનીય છે કે, આ કિસ્સો હરયાણાના યમુનાનગરના જગાધરીનો છે.