“ભાઇ, તમારો નંબર આપજો…” સલમાન ખાનની Ex GFએ આ કોને કર્યો હતો સીધો મેસેજ? જુઓ ખુબ જ વાયરલ પોસ્ટ

સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલીએ સોશિયલ મીડિયા પર લોરેન્સ બિશ્નોઈના નામે એક પોસ્ટ લખી છે. લોરેન્સને ભાઈ કહી તેણે લખ્યું- તે તેને ઝૂમ પર ફોન કરીને વાત કરવા માંગે છે. તે રાજસ્થાનના મંદિરમાં જઈને પૂજા કરવા પણ માંગે છે. સોમીએ લોરેન્સ બિશ્નોઈનો મોબાઈલ નંબર પણ માંગ્યો છે. સોમી અલીએ કેપ્શનમાં લખ્યું છે કે, આ સીધો મેસેજ લોરેન્સ બિશ્નોઈને છે. હેલો લોરેન્સ ભાઈ.

મેં સાંભળ્યું અને જોયું છે કે તમે જેલમાંથી પણ ઝૂમ કોલ કરો છો, તેથી મારે તમારી સાથે કંઈક વાત કરવી છે. કૃપા કરીને મને કહો કે આ કેવી રીતે થઈ શકે ? સોમીએ આગળ લખ્યું, ‘પૂરી દુનિયામાં મારુ મનપસંદ સ્થળ રાજસ્થાન છે. અમે તમારા મંદિર આવવા માગીએ છીએ પૂજા માટે, પણ આના પહેલા આપણે ઝૂમ કોલ કરીએ અને થોડી વાત થઇ જાય, પછી પૂજા. માનો કે આ તમારા ભલા માટે જ છે. મહેરબાની કરીને મને તમારો મોબાઈલ નંબર આપો, તે તમારા પર ખૂબ જ ઉપકાર રહેશે. આભાર.’ જણાવી દઈએ કે સોમી અલીએ સલમાન પર મારપીટ અને છેતરપિંડીનો આરોપ પણ લગાવ્યો છે. તે ઘણીવાર અભિનેતાને કોસતી જોવા મળે છે. પરંતુ જ્યારે સલમાનના ઘરે ફાયરિંગ થયું ત્યારે સોમીએ એક પોસ્ટ કરી જેમાં લખ્યુ હતું કે તે સલમાન વતી બિશ્નોઈ સમુદાયની માફી માંગવા તૈયાર છે.

જણાવી દઈએ કે સલમાન ખાન અને સોમી અલીનું 1999માં બ્રેકઅપ થયું હતું. આ પછી તે યુએસ જતી રહી, ત્યારથી તે ત્યાં છે. સોમી એક લેખક, ફિલ્મ નિર્માતા, મોડલ અને એક્ટિવિસ્ટ છે. સલમાન ખાન પર ફિલ્મ હમ સાથ સાથ હૈના શૂટિંગ દરમિયાન કાળા હરણને મારવાનો આરોપ લાગ્યો હતો.

બિશ્નોઈ સમાજમાં કાળા હરણને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. ત્યારથી લોરેન્સ બિશ્નોઈ ગેંગ સલમાન ખાનને ઘણી વખત ધમકી આપી ચૂકી છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગે સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ પણ કર્યું હતું. લોરેન્સ બિશ્નોઈ હાલ સાબરમતી જેલમાં હોવાનું જાણવા મળે છે.

Souce: Times Of India

Shah Jina