વર્લડપની ફાઇનલ મેચમાં જોવા મળી જબરદસ્ત ઘટનાઓ, સચિને આપી વિરાટને પોતાની છેલ્લી વન ડે જર્સી, તો પેલેસ્ટાઇન સમર્થકે સ્ટેડિયમનો માહોલ ગરમ કર્યો, જુઓ

સચિને પાકિસ્તાન સામે રમેલી પોતાના કેરિયરની છેલ્લી વન-ડે ટી શર્ટ આપી વિરાટને ભેટમાં, ભારતની હાર બાદ સર્જાયા ભાવુક કરી દેનારા દૃશ્યો, જુઓ

Some special moments of the World Cup final : ગઈકાલે અમદાવાદ માટે એક ઐતિહાસિક દિવસ રહ્યો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડકપ 2023ની ફાઇનલ મેચ યોજાઈ. જેમાં ભારત અને ઓસ્ટ્રેલિયા આમને સામને હતા. આ મેચ જોવા માટે દેશ અને દુનિયાના મોટા મોટા સેલેબ્રિટીઓ પણ ઉમટી પડ્યા હતા. રાજનેતાઓથી લઈને બોલીવુડના સિતારાઓ પણ આ મેચ જોવા આવ્યા હતા, ત્યારે મેચ દરમિયાન કેટલીક એવી ઘટનાઓ પણ બની જે આકર્ષણનું કેન્દ્ર પણ બની હતી.

1.  સચિને રજૂ કરી વર્લ્ડકપ ટ્રોફી :

ક્રિકેટના આ મહાસંગ્રામની ટ્રોફી ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરે સ્ટેડિયમ રજૂ કરી હતી. સચિન તેંડુલકર વર્લ્ડકપની ટ્રોફી સાથે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહોંચ્યો હતો. આ પહેલા તેમને વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી ભારત અને ન્યૂઝલેન્ડની સેમી ફાઇનલ મેચમાં પણ ટ્રોફી આપી હતી. તમને જણાવી ડાઇકે ભારત જયારે છેલ્લીવાર વર્ષ 2011માં વર્લ્ડકપની ફાઇનલ જીત્યું ત્યારે સચિન પણ ટીમનો ભાગ હતો.

2. સચિને વિરાટને આપી છેલ્લી વન-ડે ટી શર્ટ :

વર્લ્ડકપની ફાઇનલ દરમિયાન એક સુદનાર ક્ષણ પણ આવી હતી. જેમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે પોતાની છેલ્લી વન-ડે જે 18 માર્ચ 2012માં પાકિસ્તાન સામે રમી હતી, તે મેચમાં જે ટી શર્ટ પહેરી હતી. તે ટી શર્ટને વિશ્વ કપ 2023ની ફાઇનલ પહેલા વિરાટ કોહલીને આપી હતી.  આ ટી શર્ટ સાથે સચિને વિરાટને એક લેટર પણ આપ્યો, જેમાં લખ્યું હતું કે વિરાટ તમે અમને ગૌરવ અપાવ્યું છે !”

3. ચાલુ મેચમાં પેલેસ્ટાઇન સમર્થક મેદાનમાં આવ્યો : 

વર્લ્ડકપની ફાઇનલ મેચ દરમિયાન સુરક્ષામાં પણ ભારે ચૂક જોવા મળી હતી. જયારે ભારત બેટિંગ કરી રહ્યું હતું તે દરમિયાન જ એક વ્યક્તિ સુરક્ષા કર્મીઓને ચકમો આપીને પીચ સુધી પહોંચી ગયો હતો. તેને વિરાટ કોહલીને ગળે લગાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. જેના બાદ સુરક્ષાકર્મીઓએ તેને પકડી લીધો અને પોલીસના હવાલે કરવામાં આવ્યો. આ વ્યક્તિ પેલેસ્ટાઇન સમર્થક હોવાનું સામે આવ્યું છે, તેના ટી શર્ટ પર પણ પેલેસ્ટાઇનને આઝાદ કરતા સ્લોગન લખ્યા હતા.

4. ભારતની હાર બાદ સર્જાયા ભાવુક દૃશ્યો :

ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમનો વિજય થયો. ઓસ્ટ્રેલિયાએ આ મેચમાં ભારતને 6 વિકેટે હરાવીને છઠ્ઠી વાર વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ હાંસલ કર્યો. ત્યારે ભારતની હાર બાદ પણ ભાવુક કરી દેનારા દૃશ્યો સર્જાયા હતા,. ભારતીય કપ્તાન રોહિત શર્મા અને વિરાટ કોહલી સાથે તમામ ખેલાડીઓની આંખોમાં આંસુઓ જોવા મળ્યા હતા. આ દરમિયાન ખેલાડીઓના પરિવારજનો તેમને સાંત્વના આપતા પણ જોવા મળ્યા હતા.

Niraj Patel