સરહદ ઉપર જતા દીકરાને વળાવતી વખતે છલકાઈ ઉઠ્યા માની આંખોના આંસુઓ, તસવીર તમને પણ ભાવુક કરી દેશે, જુઓ

સોશિયલ મીડિયામાં રોજ ઘણી બધી તસવીરો અને વીડિયો વાયરલ થતા હોય છે. આવી તસવીરો અને વીડિયોમાં ઘણી એવી ઘટનાઓ પણ સામે આવે છે જે આંખોના પોપચાં ભીના કરી દેતી હોય છે. ત્યારે હાલ એવી જ એક તસવીર વાયરલ થઇ રહી છે, જેમાં એક દીકરાને વિદાય આપતી મા જોવા મળી રહી છે.

વાયરલ થઇ રહેલી આ તસ્વીરમાં જોવા મળી રહ્યું છે કે એક માતા તેના યુવાન પુત્રને ફરજ પર જવા માટે વિદાય કરી રહી છે. તે બંધ ગેટની પાછળ તેના આંસુ લૂછતી જોવા મળે છે. આ તસ્વીરને નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ સતીશ દુઆ દ્વારા શેર કરવામાં આવી હતી અને હવે આ તસ્વીરને દેશભરના લોકો તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે.

નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ સતીશ દુઆએ તેમના સત્તાવાર એકાઉન્ટ પર એક ટ્વિટ કર્યું. તેણે ટ્વીટની સાથે ઈમોશનલ કેપ્શન પણ લખ્યું, ‘લગભગ ત્રણ દાયકા પહેલા મેં મારી માતાને ગુમાવી દીધી. હું તેને દરેક સૈનિકની માતામાં જોઉં છું. હું તેને ભારત માતામાં જોઉં છું. માતા તને વંદન. આ પોસ્ટને 38.6K થી વધુ લાઈક્સ અને નેટીઝન્સ તરફથી ઘણી પ્રતિક્રિયાઓ મળી છે.

એક યુઝરે ટ્વીટના જવાબમાં લખ્યું, ‘ખબર નથી કે મેં આ તસવીર કેટલી વાર જોઈ છે, પરંતુ જ્યારે પણ હું તેને ફરીથી જોઉં છું ત્યારે મારા રૂંવાડા ઉભા થઇ જાય છે.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘બધી માતાઓ અને ભારત માતાને અબજો વખત સલામ. જય હિંદ.’ ત્રીજા યૂઝરે લખ્યું, ‘આ તસવીર જોઈને અમારી આંખો ખુલી ગઈ. સૌથી શક્તિશાળી અને ભાવનાત્મક મધર્સ ડે દૃષ્ટિ.

Niraj Patel