સૈનિક પતિએ સેનાની શિબિરમાં ગળે ફાંસો ખાઈને કરી લીધો આપઘાત તો પત્નીએ પણ ફાંસીના ફંદે લટકી આપી દીધો પોતાનો જીવ

દેશભરમાં આપઘાતના કિસ્સાઓનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે હાલ એક હેરાન કરી દેનારી ખબર સામે આવી છે. જનપદના રહેવા વાળા ભારતીય સેનાએના વીર જવાને 8 ઓગસ્ટના રોજ જમ્મુ કશ્મીરના રાજૌરીમાં જ્યાં તેનું પોસ્ટિંગ હતું ત્યાં આપઘાત કરી લીધો હતો. જેના બાદ તેના શબને અંતિમ સંસ્કાર માટે લાવવામાં આવ્યું હતું.

તો બીજી તરફ પોતાના પતિનું અંતિમ વાર મોઢું જોવા માટે સાસરે પહોંચેલી જવાનની પત્નીને તેના સાસરી વાળાએ અપમાન કરી અને કાઢી મૂકી હતી. હવે તેની પત્નીએ પણ ફાંસીના ફંદે લટકી અને આપઘાત કરી લીધો હોવાની ખબર આવી રહી છે. આરોપ છે કે સાસરી વાળાએ મહિલાને ધક્કા મારી અને બહાર કાઢી મૂકી હતી અને સાર્વજનિક અપમાન કર્યું હતું.

જવાનની પત્ની રડતી રહી, કરગરતી રહી, સાસરીવાળાના પગ પકડ્યા અને પોતાના પતિનો અંતિમ વાર ચહેરો જોવા માટે વિનંતી કરતી રહી પરંતુ સાસરી વાળાનું દિલ ના પીગળ્યું અને તેને ધક્કો મારીને ભગાવી દીધી.  તેના ઉપર આરોપ લગાવવામાં આવ્યો કે તે તેમના દીકરાને ખાઈ ગઈ. આ સાર્વજનિક અપમાનથી હેરાન થઇ અને જવાનની પત્ની આરતીએ પણ ગત દિવસોમાં ફાંસીના ફંદે લટકી પોતનાઓ જીવ આપી દીધો હતો.

પતિના મોત અને સાવર્જનિક રીતે અપમાનિત થયા બાદ દુઃખી થયેલી આરતી કહેતી રહી કે મને જીવતા જીવંત મારા પતિને મળવા દેવામાં ના આવી તો હવે હું મરીને મારા અરવિંદને મળીશ. અને આરતીએ મોતને બહલુ કરી લીધું. આ સમગ્ર ઘટનાને લઈને જનપદમાં શોકનો માહોલ ફરી વાળ્યો છે.

તમને જણાવી દઈએ કે 8 ઓગસ્ટ 2021માં રોજ જમ્મુના રાજૌરીમાં અરવિંદ જે જગ્યાએ ફરજ બજાવી રહ્યો હતો ત્યાં જ તેને આપઘાત કરી લીધો હતો. તેને પણ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે તેનો તેની પત્ની સાથે પારિવારિક વિવાદ ચાલી રહ્યો હતો.

Niraj Patel