25 વર્ષના સોશિયલ મીડિયા સ્ટારનું ઝાડ સાથે કાર અથડાતા અકસ્માતમાં થયું મોત, ચાહકોને પણ લાગ્યો મોટો ધ્રાસ્કો, જાણો સમગ્ર મામલો

ગુજરાત સમેત દેશભરમાં અકસ્માતના ઘણા મામલાઓ સામે આવતા હોય છે, જેમાં ઘણા લોકો મોતને ભેટતા હોય છે, ત્યારે ઘણીવાર સામાન્ય માણસ સાથે એલેબ્રિટીઓને પણ અકસ્માત નડતો હોય છે અને તેમને પણ ઇજા થતા ચાહકો તેમના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરતા હોય છે, ત્યારે હાલ એક એવી ખબર આવી છે જેના પર ચાહકોને પણ વિશ્વાસ કરવો મુશ્કેલ બની રહ્યો છે.

25 વર્ષના સોશિયલ મીડિયા સ્ટાર રાઉડી ભાટી ઉર્ફે રોહિત ભાટીનું માર્ગ અકસ્માતમાં મોત થયું છે. ભાટી તેના ડાયલોગ અને અભિનયના કારણે સોશિયલ મીડિયામાં પોતાનું આગવું નામ બનાવી ચુક્યો છે. ગત સોમવારના રોજ તેનું માર્ગ અકસ્માતમાં નિધન થતા જ તેના ચાહકો પણ શોકમાં ડૂબ્યા છે. સોમવારના રોજ બીટા -2 પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ચૂહડપુર અંડરપાસ પાસે પુરપાટ ઝડપે દોડી રહેલી તેની કાર એક ઝાડ સાથે અથડાઈ હતી.

આ અકસ્માતમાં રોહિત ભાટીનું મોત થયું છે જયારે અન્ય બે લોકો ગંભીર રૂપે ઘાયલ થયા છે. આ ખબર બાદ સોશિયલ મીડિયામાં તેના ફોલોઅર્સ દ્વારા દુઃખ પણ વ્યક્ત કરવામાં આવ્યું છે. રોહિત ભાટીની અંતિમ યાત્રામાં બુલંદ શહેરમાં મોટી સંખ્યામાં લોકો ઉપરાંત તેના ફોલોઅર્સ પણ હાજર રહ્યા હતા. રોહિત ભાટી મૂળ બુલન્દશહેરના સિકંદ્રાબાદનો રહેવાસી હતો અને સોશિયલ મીડિયામાં તે રાઉડી ભાટી નામથી જાણીતો હતો.

ભાટી હાલમાં ગ્રેટર નોઈડાના ચાઇ સેક્ટરમાં આવેલા નિમ્બસ સોસાયટીમાં રહેતો હતો. ગત રવિવારની રાત્રે તે પોતાના મિત્રો સાથે નોઈડાથી ફેલ્ટ પર આવી ગયો હતો. સોમવારે વહેલી સવારે સવા ત્રણ વાગે તે તેના મિત્ર મનોજ અને આશિષને અટ્ટા ગામમાં મુકવા માટે જઈ રહ્યો હતો. આ દરમિયાન જ તેની કાર ચૂહડપુર અંડરપાસ નજીક અનિયંત્રિત થઈને એક ઝાડ સાથે અથડાઈ ગઈ. જેના બાદ ત્રણેય ગંભીર રૂપે ઘાયલ થઇ ગયા.

મીડિયા રિપોર્ટ અનુસાર પોલીસે જણાવ્યું કે રાવડી ભાટી ડ્રાઈવિંગ સીટ પર બેઠો હતો. તેના માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્રણેયને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા. જ્યાં ડોક્ટરોએ રાવડીને મૃત જાહેર કર્યો. જયારે તેના મિત્રો મનોજ અને આતીશની સારવાર ચાલી રહી છે. રાવડી ભાટીના ઇન્સ્ટાગ્રામ પર 9 લાખ કરતા વધુ ફોલોઅર્સ છે, તેના ઘણા ચાહકોએ તેના નામથી પણ એકાઉન્ટ બનાવ્યા છે.

Niraj Patel