છોકરીના વાળમાં ઘુસી ગયું ઝેરીલા સાપનું બચ્ચું, પછી જે થયું તે જોઇને તમારુ હ્રદય પણ કંપી ઉઠશે…જુઓ વીડિયો

રોજબરોજ સોશિયલ મીડિયા પર અવનવા વીડિયો જોવા મળે છે. જેમાના અમુક રમુજી, અમુક પ્રેરણાત્મક તો અમુક હેરાન કરી દેનારા હોય છે. કેટલાક વીડિયો તો એવા હોય છે કે તેમના પર વિશ્વાસ કરવો જ અશક્ય બની જાય છે. આવો જ એક વીડિયો હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જે ખુબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે એક છોકરીના વાળમાં સાપ ઘુસી જાય છે અને છોકરી સાપને બહાર કાઢવા એવું કંઈક કરે છે કે જોનારના તો રૂવાંડા ઉભા થઇ જશે.

સામાન્ય રીતે સાપનું નામ આવતા જ સારા સારા લોકો ભયભીત થઇ જાય છે. જે રીતે સાપ ચાલે છે તેને જોવું કોઈ ખરાબ સપનાથી કમ નથી. સાપ ધરતી પર સૌથી ખતરનાક અને ઝેરીલા પ્રાણીઓમાંનું એક છે. ધરતી પર એવા પણ સાપ છે કે જેના ડંખથી ત્યાંને ત્યાં જ મોત થઇ જાય છે. એવામાં આ વીડિયો જોઈને તમને લાગશે કે આ છોકરીને સાપ પ્રત્યે ખુબ પ્રેમ હશે!

આ વીડિયો snake_unity નામના પેજ દ્વારા શેર કરવામાં આવ્યો છે.તમે પણ સાપને લગતા ઘણા વીડિયો ઇન્ટરનેટ પર જોયા હશે પણ આ વીડિયો જોઈને સારા સારા લોકોની ધ્રુજારી છૂટી જશે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક છોકરીના માથાના વાળમાં સાપનું બચ્ચું ફસાઈ જાય છે અને તે તેના વાળમાં સરવર સરવર કરતુ ચાલતુ દેખાઈ રહ્યું છે અને યુવતી ખુબ સહેલાઈથી ડર્યા વગર સાપના બચ્ચાને બહાર કાઢવાની કોશિશ કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Kingdom of snakes 🐍 (@snake_unity)

ખાસ કરીને લોકો સાપને જોતા જ ભાગી જાય કે ત્યાં આ છોકરી સાપથી બિલકુલ પણ ડરતી નથી અને સાપને હાથ વડે પકડીને તેને બહાર કાઢવાની કોશિશ કરી રહી છે. તેના ચેહરા પર હતાશા, ડર, ગભરાટ બિલકુલ પણ દેખાઈ રહ્યા નથી. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે અને તેને અત્યાર સુધીમાં 20 હજારથી પણ વધારે લાઇક્સ મળી ચુકી છે.

Krishna Patel