કિંગ કોબ્રા અને નોળીયા વચ્ચે થઇ જબરદસ્ત લડાઈ, પછી કોબ્રા સીધો જ નાના ભૂલકા ઘોડિયામાં ઘુસી ગયો, જુઓ રૂંવાડા ઉભા કરી દેનારો વીડિયો

નોળીયા સાથે લડ્યા બાદ કિંગ કોબ્રા પ્રવેશી ગયો નાના બાળકના ઘોડિયામાં, આસપાસ ઉભેલા લોકોનો જીવ તાળવે ચોંટ્યો, જુઓ વીડિયો

Technique To Keep Snakes Away : કિંગ કોબ્રા સાપની ખતરનાક પ્રજાતિઓમાંથી એક છે જેનું ઝેર વ્યક્તિને મોતની ઊંઘ સુવડાવી શકે છે. આ ઝેરી સાપને લગતો એક ભયાનક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે હેરાન રહી જશો.ક્લિપમાં, કોબ્રા પહેલા નોળીયા સાથે લડતો જોવા મળે છે અને પછી જ્યારે તે નોળીયાથી બચવામાં સફળ થાય છે, ત્યારે તે નજીકના ઘરમાં લટકતા બાળકના પારણામાં પ્રવેશ કરે છે.

આટલું જ નહીં, જ્યારે લોકો તેનાથી ભાગવાનો પ્રયાસ કરે છે, ત્યારે તે પારણાના દોરડા પર ચઢી જાય છે અને ફેણ ફેલાવીને ઉભો રહે છે. જોકે, આ વીડિયો ક્યારે અને ક્યાંનો છે તેની પુષ્ટિ થઈ નથી. આ વીડિયો 1.33 મિનિટનો છે. આમાં આપણે જોઈ શકીએ છીએ કે ખેતરમાં એક ઘર બનેલું છે, જેની પાસે સાપ અને નોળિયો લડી રહ્યા હતા કે ત્યારે જ નોળિયો ભાગીને ખેતરમાં જાય છે.

જ્યારે સાપ ઘરની સીમા ઓળંગીને ત્યાં બાળકના પારણામાં ઘુસી જાય છે. પોતાને બચાવવા માટે, તે પોતાની ફેણ ફેલાવે છે અને પારણાના દોરડાને વળગી રહે છે અને ઉપર ચઢી જાય છે. લોકો સાપને ભગાડવા માટે થાળી મારતા હોય છે અને લાકડીઓનો પણ ઉપયોગ કરે છે. પરંતુ કોબ્રા ભાગતો નથી.

ત્યાં હાજર વ્યક્તિએ આ સમગ્ર ક્ષણનો વીડિયો બનાવ્યો, જે હવે સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ વીડિયોને જોઈને લોકો પણ અલગ અલગ  કોમેન્ટ કરી રહ્યા છે, કેટલાય લોકોને આ દૃશ્ય ખુબ જ ડરામણું લાગી રહ્યું છે. ઘણા લોકો પોતાના પ્રતિભાવ આપી રહ્યા છે.

Niraj Patel