સાપનો આવો વીડિયો આજ પહેલા તમે પણ ક્યારેય નહિ જોયો હોય, જુઓ એકદમ નજીકથી સાપ કેવી રીતે ઈંડાને…….

આ ખતરનાક સાપે નાના અમથા મોઢાથી કર્યો મોટો કાંડ, વીડિયો જોઈને તમારી આંખો પણ પહોળી રહી જશે

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર રોજ ઘણા વીડિયો વાયરલ થતા હોય છે, ઘણા વીડિયો જોઈને લોકો હેરાન પણ રહી જતા હોય છે, ખાસ એવા વીડિયો પણ જોવા મળે છે જેમાં પ્રાણીઓની કેટલીક બાબતો જોડાયેલી હોય છે અને પ્રાણીઓ સાથે જોડાયેલી કેટલીક બાબતો જોઈને આપણે પણ હેરાન રહી જઈએ.

હાલ એવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં સાપ ઈંડા ગળતો જોવા મળી રહ્યો છે. મોટાભાગે આપણે જાણીએ જ છીએ કે સાપ તેના ઈંડાને ગળી જતો હોય છે, પરંતુ આવી ઘટના આંખો સામે નિહાળવાનું ભાગ્યે જ જોવા મળતું હોય છે. આવું જ આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે.

વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કોઈ જગ્યાએ બે મોટા ઈંડા રાખવામાં આવ્યા છે. એક કાળા રંગના સાપની નજર આ ઈંડા પર પડે છે. જેના બાદ  તે ઈંડાની નજીક આવે છે અને તેને ગળી જવાનો પ્રયાસ કરે છે. પહેલા સાપ તેનું નાનું એવું મોં ખોલે છે. આ જોઈને તમને પણ એમ લાગશે કે સાપ આટલા નાના મોંથી ઈંડાને ગળી નહીં શકે.

તમે જોઈ શકો છો કે ઈંડાના મોટા આકારના કારણે સાપ તેને સરળતાથી ગળી શકતો નથી. જોકે, ધીમે ધીમે તે મોઢું ખોલતો જાય છે. મોં ફેલાવતા સાપનો આ વીડિયો જોઈને તમે ચોક્કસ ડરી જશો કે સાપ આટલું મોટું મોં કેવી રીતે ખોલી શકે. પરંતુ સાપ તેનું મોઢું ખોલી નાખે છે અને આખું જ ઈંડુ તેના મોઢામાં આવી જાય છે. વાયરલ વીડિયોને જોઈને ઘણા લોકો હેરાન પણ રહી ગયા છે.

Niraj Patel