ખેલ જગત

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની આ બેટ્સમેનની એક તસ્વીર જોઈને ઘાયલ થઇ ગયા ચાહકો, કહ્યું, “બોલીવુડની અભિનેત્રીઓ પણ ફીકી….”

ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ અને તેમની અંગત લાઈફ ખુબ જ ચર્ચામાં રહેતી હોય છે, પરંતુ ભારતીય મહિલા ટીમની ખેલાડીઓ તેમની રમત ઉપરાંત તેમની સુંદરતાના કારણે પણ ચર્ચામાં રહેતી હોય છે. એવી જ એક ખેલાડી છે સ્મૃતિ મંધાના. જે પોતાની રમતથી તો દર્શકોનું દિલ જીતી જ રહી છે, પરંતુ તે તેની સુંદરતાના કારણે પણ જુવાન દિલોની ધડકનો વધારી રહી છે.

સ્મૃતિ સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે અને તેની તસ્વીર પોસ્ટ કરવાની સાથે જ વાયરલ પણ થઇ જાય છે. સ્મૃતિની તુલના ઘણા ચાહકો બોલીવુડની અભિનેત્રીઓ સાથે પણ કરતા જોવા મળે છે. સ્મૃતિ પોતાના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા ઉપર શેર કરે છે, જે ચાહકોને ખુબ જ પસંદ આવે છે.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ બ્રિસ્ટલમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ રમનારી એક માત્ર ટેસ્ટને ડ્રો કરવામાં નાકામ રહી. મોટાભાગના ખેલાડીઓની આ ડેબ્યુ મેચ હતી. આ મેચની અંદર જ ભારતીય ટીમની સલામી બેટ્સમેન સ્મૃતિ મંધાના પોતાની રમત ઉપરાંત તેના દેખાવના કારણે પણ ચર્ચામાં રહી.

સ્મૃતિએ આ ટેસ્ટની અંદર પહેલી ઇનિંગમાં 78 અને બીજી ઇનિંગમાં 8 રન બનાવ્યા હતા. આ મેચ દરમિયાનની તેની ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી. ચાહકો તેના દેખાવની ખુબ જ પ્રસંશા કરી રહ્યા હતા.

સ્મૃતિની એક તસ્વીર જોઈને તો તેના એક ચાહકે સ્મૃતિને બૉલીવુડ અભિનેત્રી તાપસી પન્નુ કહી દીધું. તેને લખ્યું કે એક નજરમાં તો તે તાપસી પન્નુ સમજી બેઠો.

24 વર્ષીય સ્મૃતિની એક તસ્વીર પણ ખુબ જ વાયરલ થઇ રહી છે. જેમાં તે પોતાના માથાના વાળ બાંધતી નજર આવી રહી છે. ઘણા લોકો તેની સરખામણી બૉલીવુડ અભિનેત્રીઓ સાથે કરી રહ્યા છે.

ઘણા ચાહકો તો સ્મૃતિની તસ્વીર જોઈને એવા ઘાયલ થઇ રહ્યા છે કે તેને નેશનલ ક્રશ જાહેર કરવાની પણ વાત જણાવી રહ્યા છે. સ્મૃતિની સુંદરતા લોકોના દિલમાં એક અલગ જ જગ્યા બનાવી રહી છે.

સ્મૃતિના ક્રિકેટ કેરિયરની જો વાત કરવામાં આવે તો અત્યાર સુધી તેને 3 ટેસ્ટ, 56 વન ડે અને 78 ટી 20 આંતરાષ્ટ્રીય મેચો રમી છે. તેના નામ ઉપર ટેસ્ટમાં બે અર્ધશતકની મદદથી કુલ 167 રન, વન ડેમાં 18 અર્ધ શતક અને 4 શતકની મદદથી 2172 રન અને ટી 20માં 12 અર્ધ શતકના દમ ઉપર કુલ 1782 રન છે.