સ્મૃતિ ઇરાનીની દીકરી બનવા જઇ રહી છે દુલ્હન, 500 વર્ષ જૂના કિલ્લામાં ફરશે ફેરા

દીકરીના લગ્ન માટે સ્મૃતિ ઇરાનીએ બુક કર્યો 500 વર્ષ જૂનો શાહી કિલ્લો, જુઓ ફોટા

કેન્દ્રીય મંત્રી અને પૂર્વ ટીવી સ્ટાર સ્મૃતિ ઇરાનીની મોટી દીકરી શેનેલ ઇરાની લગ્ન કરી રહી છે, શેનેલના લગ્નનું જશ્ન જોધપુરમાં 7 ફેબ્રુઆરીથી 9 ફેબ્રુઆરી સુધી ચાલવાનું છે. દીકરીને રાજકુમારીની જેમ વિદાય કરવાની તૈયારી પણ સ્મૃતિ ઇરાનીએ કરી લીધી છે. ત્યારે તો શેનેલના લગ્ન ફોર્ટમાં રોયલ અંદાજમાં થવાના છે.

શેનેલ ઇરાનીએ વર્ષ 2021માં અર્જુન ભલ્લા સાથે સગાઇ કરી હતી. અર્જુને જોધપુર અને નાગૌર વચ્ચે સ્થિત ખીંવસર ફોર્ટમાં શેનેલને લગ્ન માટે પ્રપોઝ કર્યુ હતુ. એવામાં હવે બંને આ કિલ્લામાં લગ્નના બંધનમાં બંધાવાના છે. દીકરીની લગ્નની તૈયારીઓ માટે સ્મૃતિ ઇરાનીના પતિ જુબિન ઇરાની મંગળવારે બપોરે જોધપુર એરપોર્ટ પહોંચ્યા હતા.

તેમની સાથે સ્મૃતિ ઇરાની પણ આવવાના હતા પણ તેમનો પ્રોગ્રામ કેન્સલ થઇ ગયો અને તે આજે અહીં પહોંચવાના હતા. બુધવારે એટલે કે આજે મહેંદી અને હલ્દી સેરેમની થશે અને રાત્રે મ્યુઝિક નાઇટ. 9 ફેબ્રુઆરીએ રીતિ-રિવાજ સાથે લગ્ન થશે. સ્મૃતિ ઇરાનીના થવાવાળા જમાઇ અર્જુન ભલ્લા કેનેડામાં રહે છે.

તે NRI છે. ભલ્લા લીગલ એક્સપર્ટ છે અને કેનેડાની ઘણી મોટી કંપનીઓમાં લીગલ કંસલ્ટેંટ તરીકે કામ કરે છે. ત્યાં સ્મૃતિ ઇરાનીની દીકરી શેનેલ ઇરાની એક વકીલ છે. આ હાઇ પ્રોફાઇલ લગ્ન માટે ફોર્ટને અલગ અલગ થીમ પર સજાવવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યુ છે કે આ લગ્નમાં ખાલી બંને પરિવારના સભ્યો જ હાજર રહેશે. કોઇ પણ VIP આ લગ્નમાં સામેલ નહિ થાય. ખીંવસર ફોર્ટ 500 વર્ષથી પણ જૂનો છે.

તે રાજસ્થાનના નાગૌર જિલ્લાના ખીંવસર ગામમાં સ્થિત છે. આ થાર મરુસ્થલના પૂર્વ કિનારે પડે છે. આ કિલ્લાને 1523માં રાવ કરમસજીએ બનાવ્યો હતો. તે જોધપુરના રાવ જોધાના આઠમાં દીકરા બતા. 15મી શતાબ્દીમાં બનેલા આ કિલ્લાની એક તરફ રેગિસ્તાન તો બીજી તરફ ઝીલ પડે છે. અહીં તમે દિવસે ડેઝર્ટ સફારી કરી શકો છો તો રાત્રે તારાની ચાદર નીચે સૂકુનના પળ વીતાવી શકો છો.

આ કિલ્લો રોમેન્ટિક ફીલ આપે છે. કિલ્લાની અંદર ઘણો સારો સેક્શન અને ફેસિલીટી છે. આ ફોર્ટમાં 71 રૂમ અને સુઇટ છે. 4 ફૂડ એન્ડ બેવેરેજ આઉટલેટ એટલે કે રેસ્ટોરન્ટ-કૈફે વગેરે છે. 2 બેંકેટ અને મીટિંગ વેન્યુ છે. આ ઉપરાંત 18 લગ્ઝરી હટ્સવાળા ગામ છે. ગામમાં 2 ફૂડ એન્ડડ બેવેરેજ આઉટલેટ છે અને 1 બેંકેટ અને મીટિંગ વેન્યુ છે. અહીં ફિટનેસ જીમ સેન્ટર, સ્પા, સ્વિમીંગ પુલ પણ છે.

આ ઉપરાંત 24 કલાક તમારી સિક્યોરિટીનું ધ્યાન પણ રાખવામાં આવે છે. આ કિલ્લામાં રૂમને ત્રણ રીતે વેચવામાં આવ્યા છે, સ્ટાન્ડર્ડ રૂમ કે જેમાં તમને ટ્રેડિશનલ ડિઝાઇનવાળો રૂમ મળશે. નોબર ચેમ્બર્સ કે જેમાં તમને હૈંડ ક્રાફ્ટેડ ફર્નીચરવાળો ખૂબસુરત રૂમ મળશે અને રોયલ ચેમ્બર્સ જેમાં તમને લેવિશ રૂમ મળશે.

Shah Jina