ભારતીય શખ્સે રચ્યો ઇતિહાસ, બનાવ્યુ દુનિયાનું સૌથી નાનું વોશિંગ મશીન

રેકોર્ડ બનાવવાનું ઝૂનુન, વ્યક્તિએ જુગાડથી બનાવ્યુ દુનિયાનું સૌથી નાનું વોશિંગ મશીન: જુઓ શાનદાર વીડિયો

આંધ્રપ્રદેશના રહેવાસી સાઇ તિરુમાલાનેદીએ દુનિયાનું સૌથી નાનું વોશિંગ મશીન બનાવી ઇતિહાસ રચી દીધો છે. આ નાનું મશીન માત્ર 37mm x 41mm x 43mm (લગભગ દોઢ ઇંચથી થોડુ મોટુ) છે. ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા માન્યતા પ્રાપ્ત તિરુમાલાનેદીએ આને એક વ્યક્તિગત ચુનોતીના રૂપમાં લીધુ. વોશિંગ મશીન નાનુ હોવા છત્તાં તે પૂરી રીતે કામ કરે છે અને નાના કપડાને સારી રીતે સાફ કરે છે. આ ઉપલબ્ધિ પહેલા સાઇ તિરુમાલાનેદીએ સૌથી નાનું એર કૂલર બનાવવાનો રેકોર્ડ બનાવ્યો હતો.

માત્ર 17 વર્ષની ઉંમરે તેમણે 30mm x 12.4mm x 17mm સાઇઝનું એર કુલર બનાવ્યુ હતુ, આ નાનું ઉપકરણ 1.8 વોલ્ટની બેટરી પર ચાલે છે અને તેમાં એક મોટર, તાર અને વેસલીન જેલીના જારનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમની આ ઉપલબ્ધિને ભારત બુક ઓફ રેકોર્ડ્સે 5 માર્ચ 2022ના રોજ માન્યતા આપી હતી. ગિનીસ વર્લ્ડ રેકોર્ડે આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર હાલમાં જ શેર કર્યો હતો, જેના પર હજારો લાઇક્સ આવી હતી.

નાની-નાની વસ્તુને બનાવી મોટા-મોટા રેકોર્ડ બનાવવા, આ દુનિયા તો કમાલની છે. કંઇક આવું જ તેલંગાણાના ગૌરીશંકર ગુમ્માદિહલાએ પણ કર્યુ હતુ. તેમણે તો દુનિયાની સૌથી નાની ચમચી બનાવી ધમાલ મચાવી દીધી હતી. આ ચમચી એટલી નાની હતી કે તેને એક કીડી પણ સરળતાથી પકડી લે, આ લાકડાની ચમચીની લંબાઇ માત્ર 4.5 મિલીમીટર એટલે કે 0.18 ઇંચ છે.

Shah Jina