ચાલુ ફલાઇટમાં 5-6 યુવકો એક બીજા સાથે બાખડી પડ્યા, લાત અને ઘુસાથી કરી મારામારી અને પછી… જુઓ વીડિયો

ફલાઇટની અંદર બેસવાનું બધાને પસંદ હોય છે. ફલાઇટની અંદર ખાસ વાત એ હોય છે કે અહીંયા તમારી સીટ રિઝર્વ હોય છે અને તમને પડતી કોઈ પણ અગવળતા માટે એરલાઇન્સ સ્ટાફ હાજર જ હોય છે જે તમારી દરેક સમસ્યાનું સમાધાન કરી દેતા હોય છે, ઘણીવાર તમે ફલાઇટમાં ઝઘડો થવાના વીડિયો પણ જોયા હશે, પરંતુ હાલ એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં માત્ર ઝઘડો નહિ મારામારી પણ થતી જોવા મળી રહી છે.

ચાલુ વિમાનમાં ત્યારે અફરા તફરી સર્જાઈ હતી જ્યારે તેમાં સવાર કેટલાક લોકો વચ્ચે ઝઘડો થયો હતો. સ્થિતિ એવી બની કે ફ્લાઈટમાં જ તે લોકો લાત અને મુક્કા મારવા લાગ્યા. એક ક્રૂ મેમ્બર બચાવમાં આવે છે, પરંતુ વિમાનમાં લડાઈ અટકતી નથી. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે.

ડચ ન્યૂઝ અનુસાર, આ ઘટના યુકેના માન્ચેસ્ટરથી નેધરલેન્ડના એમ્સ્ટરડેમ જઈ રહેલી KLM એરલાઈનની ફ્લાઈટમાં બની હતી. એવું કહેવામાં આવ્યું હતું કે ફ્લાઈટમાં કોઈ મુદ્દે બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. થોડી જ વારમાં બંને તરફથી મુક્કા અને લાતો વરસવા લાગ્યા. આ અથડામણમાં એક મુસાફર પણ ઘાયલ થયો હતો.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે કેટલાક લોકો એકબીજા પર મુક્કાઓ મારી રહ્યા છે. પ્લેનમાંથી લોકોની ચીસો અને બૂમોના અવાજો પણ આવી રહ્યા છે. દરમિયાન, એક ક્રૂ મેમ્બર સમાધાન કરાવવા માટે આવે છે, પરંતુ તે પણ કઈ કરી શકતો નથી. મીડિયા રિપોર્ટ અનુસાર ગુરુવારે શિફોલ એરપોર્ટ પહોંચ્યા બાદ ઝઘડો કરનારા છ બ્રિટિશ મુસાફરોની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે એરપોર્ટના સુરક્ષા પ્રભારીનું કહેવું છે કે તેઓએ તપાસ શરૂ કરી દીધી છે. તપાસ પૂર્ણ થયા બાદ કાર્યવાહી કરવામાં આવશે.

Niraj Patel