અમદાવાદીઓ 160 ફૂટની ઊંચાઈએ હવામાં ઝૂલતા ઝૂલતા ભોજનનો સ્વાદ લેશે! 12 પાસ ગુજરાતીએ ચલાવ્યું જબરું ભેજું, જુઓ ફોટાઓ
શું ખાવા-પીવાના, ફરવાના અને રોમાંચના શોખીન છો ? નવી નવી જગ્યાઓએ જઇને લઝીઝ ડિશ ટ્રાય કરવી પસંદ છે ? ખાવાની સાથે સાથે શું એડવેંચર પણ પસંદ છે ? તમે અત્યાર સુધી જમીન પર જોડાયેલ રેસ્ટોરન્ટમાં ફૂડ ખાધુ જ હશે, જ્યાં વેઈટર્સ તમને ગરમ ગરમ ભોજન પીરસે છે, પરંતુ શું તમે ક્યારેય હવામાં લટકતી રેસ્ટોરન્ટની મજા માણી છે? જ્યાં ડાઈનિંગ ટેબલને લોકો સાથે હવામાં લઈ જવામાં આવે છે અને વચ્ચે લટકાવી દેવામાં આવે છે. જો નહિ તો હવે તમે અમદાવાદમાં જ આવી મજા માણી શકો છો.
અમદાવાદમાં સ્કાય ડાઈનિંગ રેસ્ટોરન્ટ હાલ ઘણી જ ચર્ચામાં છે. તમે સ્કાય ડાઇનિંગનો કન્સેપ્ટ સાંભળ્યો હશે પણ આ પહેલા માત્ર વિદેશોમાં જ જોવા મળતી. જ્યાં કેટલાય ફૂટ ઊંચાઈએ હવામાં ઝૂલતુ રેસ્ટોરન્ટ હોય અને ઉપરથી આખા શહેરનો નજારો ખાતા ખાતા માણી શકાય.જો કે, હવે અમદાવાદમાં પણ આ કોન્સેપ્ટ જોવા મળ્યો. અમદાવાદમાં પહેલીવાર સ્કાય ડાયનિંગ શરૂ થયું છે. એવી ચર્ચા છે કે આ સ્કાય ડાઇનિંગ રેસ્ટોરન્ટ માત્ર 12 પાસ ગુજરાતીએ શરૂ કરી છે.
જણાવી દઇએ કે, અમદાવાદમાં સરદાર પટેલ રિંગ રોડ પર થલતેજ-શિલજ રોડ નજીક સ્કાય ડાયનિંગ નામથી આ રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવી છે. અહીં હવામાં ક્રેનના સહારે લટકીને લોકોને ભોજન પીરસવામાં આવે છે. આ રેસ્ટોરન્ટ જેણે શરૂ કરી છે તે રાજેશભાઈ કાલાવડિયાએ કહ્યુ કે, ભારતીય લોકોને હંમેશા વિદેશમાં આ પ્રકારની રેસ્ટોરન્ટ આકર્ષતી પણ તેમને ભારતમાં આવી રેસ્ટોરન્ટ શરૂ કરવાનો વિચાર આવ્યો. તેમણે પહેલા આના માટે પ્લાન બનાવ્યો અને પછી ત્રણ વર્ષ સુધી મહેનત કરી.
તેમણે ત્રણ વર્ષ સુધી અમદાવાદમાં સ્થળની શોધ કરી અને સાથે સાથે ટેકનોલોજી, બજેટ અને લોકોની સલામતી વગેરે પર રિસર્ચ કર્યું. જે બાદ આખરે આ રેસ્ટોરન્ટનો પ્લાન અમલમાં આવ્યો. એક વિશાળ ડાઈનિંગ ટેબલ ક્રેનની મદદથી હવામાં 160 ફૂટની ઊંચાઈએ લટકે છે અને ત્યાંથી લોકો જમતા જમતા અમદાવાદનો 360 ડિગ્રીનો વ્યૂ જોઇ શકે છે. હવે તમને વિચાર આવશે કે આટલા ફૂટની ઊંચાઇએ જઇએ તો સલામતી ખરી ? તો જણાવી દઇએ કે, આ રાઈડમાં 4 લેયરમાં સલામતીની વ્યવસ્થા છે અને 22 લોકો સહિત રાઈડનું 8 ટન વજન થાય છે.
ક્રેનની ક્ષમતા 250 ટનની છે. ચારથી પાંચ ગણા મજબૂત સાધનો સલામતીના ધોરણે વાપરવામાં આવ્યા છે. ચારેય બાજુ ખુરશી ટેબલ અને વચ્ચે 25 બાય 5 ફૂટની જગ્યા, જેમાં સ્ટાફ સુરક્ષા બેલ્ટ સાથે હરીફરી શકે. આ ઉપરાંત ખાસ વાત એ છે કે જો ક્રેનની રોપમાં કાંઈ ખામી આવે તો ક્રેનને સપોર્ટ કરતા મુખ્ય પાર્ટને એક બાદ એક અંદર લઈને આખા ડાઈનિંગ ટેબલને સલામતી સાથે નીચે ઉતારી શકાય છે. જો તમે પણ અહીં જવા માગો છો તો અમે તમને અહીંના સેશન વિશે જણાવીએ. અહી મોકટેલ સેશન, સનસેટ સેશન અને ડીનર તથા લંચ સેશન રાખવામા આવ્યા છે. 9 સેશન ગ્રાહકો માટે ઉપલબ્ધ છે.
આ ઉપરંત એક રાઈડમાં વધુમાં વધુ 22 અને ઓછામાં ઓછા 2 લોકો બેસી શકે છે. રેગ્યુલર દિવસ સિવાય વિકેન્ડનો ભાવ અલગ છે. એક વ્યક્તિ દીઢ ભાવ 3,000થી લઈને 5,000 રૂપિયા સુધીનો છે. જેમાં રાઈડ ઉપર નીચે થાય છે. મોકલેટ સેશનનો ટાઇમ 30 મિનિટ, સનસેટનો 45 મિનિટ અને ડીનર તથા લંચનો 1 કલાકનો છે. 160 ફૂટની ઊંચાઈએ લઈ જઈને ભોજન પીરસવા માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં ખાસ એ છે કે એ રેસ્ટોરન્ટ પાસે એવા બકેટ છે કે જે 6 કલાક સુધી એક સરખા તાપમાને ફૂડને રાખે છે. આ ઉપરાંત જે નક્કી કરેલ સમય હોય તેમાં જ દરેક ફૂડ પીરસાય છે, જેને કારણે ગ્રાહકો અનુકૂળ રીતે આનંદ લઈ શકે.
View this post on Instagram