સાવધાન ! ટોયલેટ સીટ પર વધારે વાર સુધી બેસવું પડી શકે છે ભારે, શરીરને ઘેરી લેશે આ ગંભીર બીમારીઓ

સંડાસમાં વધારે સમય બેસવાની ટેવ હોય તો તાત્કાલિક આ કમ કરજો! નહીંતર આ દર્દનાક બીમારીની પીડા સહન નહીં થાય

આ દિવસોમાં લોકો બાથરૂમમાં કલાકો સુધી બેસી રહે છે. કેટલાક લોકોને બાથરૂમમાં બેસી ન્યુઝ પેપર વાંચવાની તો કેટલાક લોકોને મોબાઇલ વાપરવાની આદત હોય છે. પણ શું તમે જાણો છો કે ટોયલેટમાં વધારે સમય સુધી બેસવાથી ગંભીર બીમારીઓનો શિકાર થવાય છે. એક્સપર્ટ્સની માનીએ તો 10 મિનિટથી વધારે ટોયલેટ સીટ પર બેસવું ખતરાને બોલાવા સમાન છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

બેક્ટેરિયા કરી દે છે બીમાર : ટોયલેટની અંદર અથવા તો ટોયલેટ સીટ પર ઘણી રીતના ખતરનાક જર્મ્સ હોય છે, જે સફાઇ બાદ પણ નથી જતા. જ્યારે માણસ પેપર કે મોબાઇલ લઇને કલાકો સુધી અંદર બેસી રહે છે તો બેક્ટેરિયા ચિપકી જાય છે. ન્યુઝ પેપરનો ઘરની અંદર બીજી વાર ઉપયોગ થાય છે અને ફોનનો પણ ઉપયોગ સંપૂર્ણ દિવસમાં ઘણીવાર થાય છે, આ બંને વસ્તુઓને સાફ નથી કરી શકાતી. આ આદત તમને બીમાર કરી શકે છે.

બવાસીરની થઇ શકે છે પરેશાની : એક્સપર્ટ્સ અનુસાર, જે લોકો વધારે સમય સુધી ટોયલેટ સીટ પર બેસી રહે છે, તેમને બવાસીરનો ખતરો વધારે રહે છે. આનું મુખ્ય કારણ એ છે કે નીચેના ભાગની માંસપેશિયો પર ઘણીવાર સુધી ખેંચાવ રહે છે, જે બવાસીરનું કારણ બને છે.

પાચન ક્ષમતા પર પડે છે અસર : જે લોકો વધારે સમય સુધી ટોયલેટ સીટ પર બેસી રહે છે, તેમના બાઉલિંગ મૂવમેન્ટ પર અસર થાય છે. બાઉલિંગ મૂવમેન્ટમાં ખરાબી આવવાને કારણે કબ્જિયાતની પરેશાની વધી શકે છે. પેટ ઠીકથી સાફ ન થવાની પણ સમસ્યા વધવા લાગે છે.

માંસપેશિયા થવા લાગે છે કમજોર : જે લોકો વધારે સમય ટોયલેટ સીટ પર વીતાવે છે, તેમની પીઠ અને પેટની માંસપેશિયો ઢીલી પડવા લાગે છે. આ સ્થિતિના કારણે કૂલા અને પગની માંસપેશિયો કમજોર પડવા લાગે છે.

(નોટ : આ આર્ટિકલ ફક્ત સામાન્ય જાણકારી માટે છે, ગુજ્જુરોક્સ આની પુષ્ટિ કરતુ નથી).

Shah Jina