ભાઈના લગ્નમાં ઘણું બધું વધ્યું જમવાનું, પછી બહેને કર્યો એવો રસ્તો કે તસવીરો થઇ ગઈ વાયરલ, લોકો પણ કરી રહ્યા છે સલામ, તમે પણ જુઓ

ભાઈના લગ્નમાં વધી ગયું જમવાનું, બહેને જરૂરિયાતમંદને વહેંચી અને દિલ જીત્યું

આપણે ત્યાં લગ્નની અંદર ખુબ જ મોટી જાહોજલાલી જોવા મળે છે, લગ્નની અંદર ખાસ આકર્ષણ જમણવારનું હોય છે. કારણ કે જો જમણવાર સારો ના રહ્યો તો લગ્નમાં કરેલો તમામ ખર્ચ જાણે વ્યર્થ થતો હોય તેમ લાગે છે. કારણ કે લગ્નમાં આવેલા મોટાભાગના લોકો લગ્નમાં જમણવાર કેવો બન્યો તે વિશે જ ચર્ચાઓ કરતા હોય છે.

આપણે એ પણ જોયું છે કે લગ્નની અંદર વધેલા જમવાને મોટાભાગે ગટરની અંદર ફેંકી દેવામાં આવે છે. પરંતુ હાલમાં સોશિયલ મીડિયામાં એક બહેનની એવી તસવીરો વાયરલ થઇ રહી છે જેને લગ્નના જમણવારનો સદ્દઉપયોગ કર્યો છે. આ બહેનની તસવીરો વાયરલ થવાની સાથે જ લોકો તેમના આ ઉમદા કાર્યની પ્રસંશા કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર પશ્ચિમ બંગાળથી દિલ જીતનારી તસવીરો સામે આવી છે. જેમાં જોઈ શકાય છે કે એક મહિલા તેના ભાઈના લગ્નમાં વધેલા જમવાને જરૂરિયાતમંદ લોકોને વહેંચતી  નજર આવી રહી છે. મહિલાને રાણાઘાટ રેલ્વે સ્ટેશન પર ભોજનથી ભરેલા મોટા વાસણો સાથે જોવા મળી રહી છે.

રેલવે સ્ટેશન ઉપર આ મહિલા લોકોને પેપર પ્લેટ્સમાં ખોરાક પીરસી રહી છે. આ મહિલાની ઓળખ પાપિયા કરના રૂપમાં થઇ છે. આ મહિલાને ફોટોગ્રાફર નિલાંજન મંડળ દ્વારા ક્લિક કરવામાં આવી છે. જે હાલ સોશિયલ મીડિયામાં સૌનું દિલ જીતી રહી છે. આ તસવીરો દ્વારા લોકોને પણ અન્નનો બગાડ ના કરવાની અને કોઈ ભૂખ્યાનું પેટ ઠારવાની એક મોટી શિખામણ પણ મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Calcutta Instagrammers (@ig_calcutta)

Niraj Patel