દીકરીને માતા-પિતા હોસ્પિટલમાં જ મૂકીને ચાલ્યા ગયા, પછી એવો વ્યક્તિ એ બાળકીને લઇ ગયો ઘરે કે તેની હકીકત તમને પણ હેરાન કરી દેશે

ગે યુવક માબાપ વિનાની દીકરીને લઇ ગયો ઘરે અને પછીની હકીકત તમને પણ હેરાન કરી દેશે

એક માતા-પિતા માટે તેમનું સંતાન સર્વસ્વ હોય છે. દરેક માતા પિતા પોતાના આવનારા બાળકને લઈને ખુબ જ ઉત્સાહિત પણ હોય છે. પરંતુ ઘણા માતા પિતા કેટલાક અભાવના કારણે કે કેટલીક મજબૂરીઓના કારણે કે પછી પુત્ર ઘેલછામાં પોતાના બાળક અને દીકરીને રસ્તામાં કે પછી હોસ્પિટલમાં મૂકીને જ ચાલ્યા જતા હોય છે.

આવા બાળકોને કોઈ સામાજિક સંસ્થા સાચવે છે કે પછી કોઈ અનાથ આશ્રમમાં તેમને આસરો મળે છે. પરંતુ આજે અમે એક એવા પિતાની વાત કરવાના છીએ જે વ્યક્તિનું સપનું એક આદર્શ પિતા બનવાનું હતું. પરંતુ કુદરત તેનું આ સપનું પૂર્ણ કરી શકે તેમ નહોતી.

કારણ કે આ વ્યક્તિ કોઈ સામાન્ય માણસ નહોતો, પરંતુ સમલૈંગીક હતો. જેના કારણે તે પિતા બની શકે એમ નહોતો અને ના લગ્ન કરી શકે તેમ હતો. પરંતુ તેના મનમાં પિતા બનવાની અદમ્ય ઈચ્છા શક્તિ હોવાના કારણે ઈશ્વરે પણ તેની વિનંતી સાંભળી લીધી.

આ વ્યક્તિએ એક બાળક દત્તક લેવાનું પણ નક્કી કર્યું પરંતુ સમાજ અને વ્યવસ્થા આ વ્યક્તિને બાળક દત્તક આપી શકે તેમ નહોતી. તેને ઘણા વર્ષો સુધી પ્રયત્નો કર્યા છતાં પણ તેને કોઈ બાળક દત્તક મળી શક્યું નહીં.

એક દિવસ અચાનક તેના કોઈ મિત્રનો તેના ઉપર ફોન આવ્યો કે એક હોસ્પિટલમાં બાળકી છેલ્લા એક વર્ષથી છે જેના માતા પિતા એક વર્ષ પહેલા જ તેને છોડીને ચાલ્યા ગયા હતા.

આ મિત્રની વાત સાંભળી અને તે વ્યક્તિ તરત હોસ્પિટલ પહોંચ્યો અને બધી જ કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ તે બાળકીને પોતાના ઘરે લઈને આવી ગયો.

આમ આ બાળકીને એક પ્રેમાળ પિતા મળી ગયો અને આ વ્યક્તિને એક શ્રેષ્ઠ પિતા બનવાનું સપનું પણ પૂર્ણ થઇ ગયું. આ વ્યક્તિ આર્જેન્ટિનામાં રહે છે અને તે એક સામાજિક કાર્યકર્તા છે. જેનું નામ પાબ્લો ફ્રેચીયા છે.

Niraj Patel