ગુજરાતની સૌથી લોકપ્રિય ગાયિકા કિંજલ દવે હાલ તેની સગાઈ તૂટવાના કારણે સતત ચર્ચામાં છે. કિંજલ દવે અને પવન જોશીની સગાઈ 5 વર્ષ પહેલા થઇ હતી. બંને બાળપણના મિત્રો હતા અને તેમની સગાઈ સાટા પદ્ધતિ દ્વારા કરવામાં આવી હતી. જેમાં કિંજલ દવેના ભાઈ આકાશની સગાઈ પવનની બહેન સાથે નક્કી થઇ હતી અને પવનની સગાઈ કિંજલ સાથે. પરંતુ હવે પાંચ વર્ષ બાદ આ સગાઈ તૂટી ગઈ છે.
સગાઈ તૂટવા પાછળનું કારણે પવન જોશીની બહેને કોઈ અન્ય સાથે કોર્ટ મેરેજ કરી લીધા હોવાનું હાલ સામે આવી રહ્યું છે. ત્યારે સગાઈ તૂટવાને લઈને કિંજલ દવે કે પવન જોશી માંથી કોઈએ પણ હજુ સુધી ખુલીને સ્પષ્ટતા નથી કરી. કિંજલ દવે અને પવન જોશીની જોડીને પણ ચાહકો ખુબ જ પસંદ કરતા હતા. અવાર નવાર બંને સાથે જોવા મળતા હતા અને તેમના સોશિયલ મીડિયામાં પણ ઘણી તસવીરો શેર કરતા હતા.
સગાઈ તૂટવાની ખબર બાદ પવને પોતાનું એકાઉન્ટ પ્રાઇવેટ કરી દીધું હતું. જયારે કિંજલે પોતાના એકાઉન્ટ પરથી પવન સાથેની તમામ તસવીરો હટાવી દીધી હતી. તેમની સગાઈ તૂટવાની ખબર બાદ ચાહકોને પણ આઘાત લાગ્યો હતો. ત્યારે હાલમાં જ કિંજલ દવેએ સગાઈ વિશેની વાત કર્યા વગર જ એક એવી પોસ્ટ મૂકી છે જેના કારણે ચાહકો પણ હવે કિંજલ દવેની હિંમતની પ્રસંશા કરી રહ્યા છે.
કિંજલ દવેએ તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક સ્ટોરી અને એક પોસ્ટ પણ શેર કરી છે. જેમાં તેને પોતાના દિલની વાત અભિવ્યક્ત કરી છે. કિંજલે તેની એક તસ્વીર ઇન્સ્ટાગ્રામ ફીડમાં પોસ્ટ કરી હતી. આ પોસ્ટના કેપશનમાં પણ ખુબ જ સુંદર વાત લખી હતી. કિંજલે લખ્યું હતું, “જ્યાં જીવન તમારી રોપણી કરે છે, ત્યાં ઘાસની જેમ ખીલો. શુભ પ્રભાત”. આ તસવીર પર પણ હવે ચાહકો ખુબ જ પ્રેમ વરસાવી રહ્યા છે. ચાહકોને પણ કિંજલનું આ કમબેક વધારે પસંદ આવી રહ્યું છે.
આ ઉપરાંત તેને પોતાની સ્ટોરીમાં પણ એક તસ્વીર શેર કરવાની સાથે અંદર હિન્દીની એક શાયરી લખી છે. “સબકો મિલ જાયેગી મંજિલ યહ જરૂરી તો નહીં, જિંદગી રાહ-એ-સફર હે…તુમ યુ હી ચલતે રહેના.. ચીરાગો કી તરહ રાહ મેં જલતે રહેના.. હર અંધેરે કો ઉજાલો મેં બદલતે રહેના” ત્યારે હવે આ પોસ્ટ દ્વારા ચાહકો એમ સમજી રહ્યા છે કે કિંજલ પોતાની જાતને વધારે મક્કમ કરી રહી છે.