ગોરી મેમને હરિયાણવી છોકરા સાથે થયો પ્રેમ, સિંગાપુરથી કૈથલ પહોંચી કર્યા લગ્ન, રોચક છે લવ સ્ટોરી

સિંગાપુરની એન્ડ્રિનો બની હરિયાણવી દુલ્હન, સાસુ માટે બનાવી ચટણી અને ગાય માટે કાપ્યો ચારો

કહેવાય છે કે પ્રેમ માટે તો લોકો સાત સમુદ્ર પાર પણ કરી જાય છે. કેટલી પણ મુશ્કેલી આવે યુવક કે યુવતિ પોતાના પ્રેમને પામવા માટે ગમે તેમ કરીને તેની પાસે પહોંચી જતા હોય છે. આવું જ કંઇક કૈથલમાં થયુ છે, જયારે કોરોનાને કારણે બે પ્રેમ કરનારા એકબીજાથી જુદા થયા અને હવે 2 વર્ષ બાદ એક સરપ્રાઇઝ સાથે મળ્યા. જણાવી દઇએ કે, કૈથલનો રહેવાસી વિનોદ 5 વર્ષ પહેલા સિંગાપુર વર્ક વિઝા પર ગયો હતો ત્યારે ત્યાંની રહેવાસી એંડ્રિનો સાથે ફેસબુક પર તેની મુલાકાત થઇ હતી.

કેટલાક મહિના બાદ દીપાવલીના અવસર પર બંને વચ્ચે પ્રેમ થઇ ગયો, બંને સિંગાપુરમાં સાથે રહ્યા અને પોતાના પ્રેમને આગળ વધાર્યો. એક મિત્રના જન્મદિવસ પર વિનોદ ભારત આવ્યો, જે બાદ કોરોનાની ગાઇડલાઇન જારી થઇ અને ફ્લાઇટ કેન્સલ થઇ તો લગભગ બે વર્ષ સુધી તે અટકી ગયો. આ દરમિયાન વાતચીત તો થતી રહેતી હતી. અચાનક એક દિવસ વિનોદ પાસે દિલ્લી એરપોર્ટથી ફોન આવ્યો તો એંડ્રિનો બીજી તરફથી બોલી રહી હતી.

વિનોદ એકદમ શોક્ડ થઇ ગયો અને કહેવા લાગ્યો કે તેને તો વિશ્વાસ જ થઇ રહ્યો નથી. તો અંડ્રિનોએ એક તસવીર મોકલી જે બાદ વિનોદ તેને લેવા ગયો. છેલ્લા વીસેક દિવસથી તે બંને ભારતમાં છે અને બંનેના પરિવારની સહમતિથી ધૂમધામથી લગ્ન પણ કરી લીધા છે. એન્ડ્રિનોએ કહ્યું કે અમે 2017થી રિલેશનશિપમાં છીએ અને હવે લગભગ સાડા ચાર વર્ષ પછી ભારત આવવાની યોજના બનાવી અને અહીં લગ્ન કરવાનું પણ પ્લાન કર્યું. અમે પહેલી વાર મળ્યા ત્યારે દિવાળી હતી. તેણે કહ્યું કે અહીંની સંસ્કૃતિ અને મારી સંસ્કૃતિમાં ઘણો તફાવત છે.

પરંતુ તેમ છતાં મેં બધું સ્વીકાર્યું છે. હું ભાષા સારી રીતે સમજી શકતી નથી, હું માત્ર થોડા જ શબ્દો સમજી શકું છું. પરંતુ મારા પતિ અનુવાદ કરીને સમજાવવાની કોશિશ કરે છે. તેણે કહ્યું કે તે અહીં જીવનનો આનંદ માણી રહી છે. અહીંના લોકો ખૂબ જ સરસ છે. અહીં તે ઘરના કામકાજ કરે છે. જેમ કે ચટણી બનાવવી, મશીન વડે ચારો કાપવો અને રસોડાનું કામ કરવું. આ સિવાય ઘરના બીજા કામ પણ તે કરે છે. વિનોદ અને તે કેવી રીતે મળ્યા અને કેવી રીતે પ્રેમમાં પડ્યા તે વિશે તેણે પૂરી કહાની કહી. હવે આખરે તેઓ પહેલીવાર વેલેન્ટાઈન ડે પર સાથે છે અને આ તેના જીવનનું સૌથી મોટું સરપ્રાઈઝ છે.

Shah Jina