હવે નહિ સાંભળવા માટે વરઘોડામાં DJનો કાન ફાડી નાખે એવો જોરદાર અવાજ ! વાયરલ થયો સાઇલેન્ટ વરઘોડાનો વીડિયો, જુઓ

Silent Baraat Seen On Road : આપણા દેશમાં લગ્નો ખુબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને જયારે લગ્નનો વરઘોડો નીકળે છે ત્યારે તો રોનક જામી જતી હોય છે. આપણે ત્યાં લગ્નમાં ડીજે અથવા તો બેન્ડ જોવા મળે છે અને તેમાં વાગતા લાઉડ મ્યુઝિક પર જાનૈયાઓ મન મૂકીને ઝુમતા હોય છે.  પરંતુ આ ઘોઘાટના કારણે પ્રદુષણ થતું હોય છે તો કેટલાક લોકોને તે પસંદ પણ નથી આવતું, આ ઉપરાંત બીમાર લોકો અને વિદ્યાર્થીઓને તેનાથી પરેશાની પણ થતી હોય છે. પરંતુ હાલ એક સાઇલેન્ટ વરઘોડાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

સાઇલેન્ટ વરઘોડો :

આ વીડિયોમાં તમે લગ્નના તમામ મહેમાનોને હેડફોન પહેરીને રસ્તા પર ચાલતા જોશો. આ શાંત લગ્નના મહેમાનો લગ્નના અન્ય મહેમાનોની જેમ ખૂબ જ ખુશ અને આનંદ લેતા જોવા મળે છે. જો કે, તે કોઈ ફિલ્મી સીનથી ઓછું નથી લાગતું. જ્યારે દિવસ દરમિયાન આ વરઘોડો નીકળ્યો ત્યારે રસ્તાઓ પર પણ લોકો તેને જોતા જ રહ્યા અને સમજવાની કોશિશ કરી કે આ કેવો વરઘોડો છે.

કારણ જાણીને વખાણશો :

છોકરાઓના પરિવારે આ વરઘોડાનું નામ સાઇલેન્ટ વરઘોડો રાખ્યું છે. દિવસ દરમિયાન આની પાછળ ખરેખર એક નક્કર કારણ છે અને તેના વિશે જાણ્યા પછી, તમે પણ લગ્નના મહેમાનોના વખાણ કર્યા વિના રહી શકશો નહીં. વાસ્તવમાં, જ્યાંથી લગ્નનો વરઘોડો પસાર થઈ રહ્યો હતો, ત્યાં કેન્સર હોસ્પિટલ હતી અને તેઓ ઈચ્છતા ન હતા કે હોસ્પિટલના દર્દીઓને કોઈપણ રીતે પરેશાની થાય. તેથી જ લગ્નના મહેમાનોએ સાઇલેન્ટ વરઘોડાનો વિચાર કર્યો.

લોકોએ કરી પ્રસંશા :

રણબીર કપૂર અને અનુષ્કા શર્મા સ્ટારર ફિલ્મ ‘એ દિલ હૈ મુશ્કિલ મેં’માં તમે જોયું જ હશે કે એક ગીતમાં આ બંનેની સાથે અન્ય લોકો પણ હેડફોન પહેરીને ક્લબમાં ડાન્સ કરે છે. તેવી જ રીતે, લોકોએ પણ લગ્નનો વરઘોડો કાઢવાનું નક્કી કર્યું જે પ્રશંસનીય છે. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ હેન્ડલ @shefooodie પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો ઈન્ટરનેટ લોકોને ઘણો પસંદ આવી રહ્યો છે અને લોકો તેના વખાણ કરતા થાકતા નથી.

Niraj Patel