શું કૃષ્ણા અભિષેક બાદ આ ખ્યાતનામ કોમેડીયને પણ કપિલ શર્મા શોને કહી દીધું અલવિદા ? જાણો શું છે સાચી હકીકત ? જુઓ વીડિયો

શા કારણે કપિલ શર્મા શોમાંથી એક પછી એક કોમેડિયન જઈ રહ્યા છે ? આ અભિનેતાના શો છોડવાની ખબર આવી સાચી હકીકત સામે…

આખા દેશના દર્શકોને પેટ પકડીને હસાવનારા “ધ કપિલ શર્મા શો” દર્શકોની પહેલી પસંદ છે. આ શોને ભારતમાં જ નહિ પરંતુ દેશ વિદેશમાં પણ ખુબ જ પસંદ કરવામાં આવે છે. આ શોને કોમેડિયન કપિલ શર્મા હોસ્ટ કરે છે, પરંતુ આ શોની ટીમમાં એકથી એક ચડિયાતા કોમેડીયનો જોડાયેલા છે જે દર્શકોનું મનોરંજન કરવામાં કોઈ કસર બાકી નથી રાખતા.

ત્યારે હાલમાં જ એક અફવા સામે આવી હતી કે આ શોના એક ખ્યાતનામ કોમેડિયન સિદ્ધાર્થ સાગર આ શોને છોડી રહ્યા છે. ખબર એવી આવી હતી કે સિદ્ધાર્થને મળનારી ફીના કારણે તે ખુશ નથી અને તેને પોતાની ફીમાં વધારો કરવાની માંગ મેકર્સ પાસે કરી હતી, જેને મેકર્સ દ્વારા સ્વીકારમાં ના આવતા સિદ્ધાર્થ શો છોડવાનો હતો.

ત્યારે હવે આ મામલે સિદ્ધાર્થે એક વીડિયો શેર કરીને સ્પષ્ટતા કરી છે. પોતાના લાઈવ વીડિયોમાં સિદ્ધાર્થ સાગરે ખુલાસો કર્યો કે તે કપિલ શર્મા શો છોડી રહ્યો નથી અને આ અહેવાલોને પાયાવિહોણા ગણાવ્યા. કોમેડિયને કહ્યું કે તેણે કપિલ શર્મા અને ચેનલ સાથે વાત કરી છે અને તેમના સંબંધો સારા છે. તેણે એમ પણ કહ્યું કે ચાહકો તેને કપિલ શર્માના શોમાં જોતા રહેશે અને મનોરંજન બંધ નહીં થાય.

સિદ્ધાર્થે બધાને અનુરોધ કર્યો કે શો છોડવાના તેના ખોટા સમાચાર પર કોઈ વિશ્વાસ ન કરે. તમને જણાવી દઈએ કે, સિદ્ધાર્થ ધ કપિલ શર્મા શોમાં સેલ્ફી મૌસી, ઉસ્તાદ ઘર છોડ દાસ, ફેનવીર સિંહ (રણવીર સિંહની નકલ) અને સાગર પાગલેતુ જેવી ઘણી ભૂમિકાઓ ભજવે છે. દર્શકોને પણ સિદ્ધાર્થનો અભિનય ખુબ જ પસંદ આવે છે.

Niraj Patel