...
   

લારી ઉપર પાણીપુરી ખાનારા ચેતી જજો, સિદ્ધપુરમાં બની એવી ઘટના કે આજ પછી તમે તમારા બાળકોને પાણીપુરી અડવા પણ નહીં દો

પાણીપુરી ખાવાના શોખીન ઘણા હોય છે. ખાસ કરીને મહિલાઓને પાણીપુરી ખાવી વધુ પસંદ હોય છે. મહિલાઓ જયારે પણ ઘરની બહાર નીકળે છે ત્યારે રસ્તામાં લારી ઉપરથી પાણીપુરી જરૂર ખાતી હોય છે, પરંતુ ઘણીવાર એવી ઘટનાઓ પણ સામે આવતી હોય છે જે પાણીપુરી ખાવાનું મન બગડી જાય. પાણીપુરમાં હાઇજીન નથી જળવાતું તો  ક્યાંક ગંદકી પણ  જોવા મળતી હોય છે.

પરંતુ હાલ સિદ્ધપુરમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જેમાં 5 બાળકોને રસ્તા ઉપર ઉભેલી લારી ઉપર પાણીપુરી ખાધા બાદ ફૂડ પોઇઝનિંગની અસર થઇ છે. હાલ આ તમામ બાળકોને સિદ્ધપુરની ખાનગી હોસ્પિટલમાં  સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે અને જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર આ પાંચેય બાળકોએ સિદ્ધપુરમાં લારી ઉપર પાણીપુરી ખાધી હતી. પાણીપુરી ખાધા બાદ એક પછી એક એમ પાંચેય બાળકોની તબિયત બગડી હતી અને  ત્યારબાદ તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તમેની સારવાર ચાલી રહી છે.

રસ્તા ઉપર ગમે ત્યાં પાણીપુરી ખાઈ રહેલા લોકો માટે આ એક ચેતવણી રૂપ કિસ્સો છે, ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આવી ઘટનાઓ સામે આવી રહી છે, જેના દ્વારા લોકોના આરોગ્ય સાથે પણ ચેડાં થતા જોવા મળી રહ્યા છે.

Niraj Patel