BREAKING: સિદ્ધાર્થ શુક્લા કેસમાં થયો મોટો ધડાકો…આ જાણીને ફેન્સ આઘાતમાં ડૂબી જશે

ઇન્ડસ્ટ્રીના જાણિતા અભિનેતા અને બિગબોસ 13ના વિનર રહી ચૂકેલા સિદ્ધાર્થ શુક્લ હવે આપણી વચ્ચે નથી રહ્યા. તેમનુ અચાનક જ નિધન થઇ ગયુ અને તેઓએ દુનિયાને અલવિદા કહી દીધુ છે. ટીવી અભિનેતા સિદ્ધાર્થ શુકલાનું નિધન હાર્ટ એટેકથી થયુ છે.

તેમણે ઘણી નાની ઉંમરમાં આ દુનિયાને અલવિદા કહી દીધુ. સિદ્ધાર્થની ફેન ફોલોઇંગ પણ ઘણી સારી હતી. આ દિવસોમાં તે તેમના કરિયરના પીક પર હતા. તેમણે ઘણા ટીવી શો અને ફિલ્મોમાં કામ કર્યુ છે. તેમને “બાલિકા વધુ”થી ઘર ઘરમાં ઓળખ મળી હતી

અને તેઓ પ્રસિદ્ધ થઇ ગયા હતા. સિદ્ધાર્થ શુક્લાએ નિધનના 6 દિવસ પહેલા માણસોના જીવનને લઇને વાત કરી હતી. તેમણે એક સારુ કામ કર્યુ હતુ. 27 ઓગસ્ટના રોજ એક વ્યક્તિએ સિદ્ધાર્થને ટેગ કરી જણાવ્યુ હતુ કે, સિદ્ધાર્થ સ્ટ્રીટ ડોગ માટે એક કૈંપેનને સપોર્ટ કરી રહ્યા છે અને પ્રાણીઓના ખાવાનો ઇંતઝામ પણ કરતા હતા.

એ વ્યક્તિએ અભિનેતાનો આભાર માન્યો હતો.  સિદ્ધાર્થે આ વ્યક્તિને જવાબ પણ આપ્યો હતો અને લખ્યુ હતુ કે, એક એવી દુનિયામાં જાયં માનવ જીવન એટલુ સસ્તુ થઇ ગયુ છે.. આ જોવુ સુખદ છે. સ્ટ્રીટ ડોગ્સ માટે દયા ભાવ રાખો. જાણાવી દઇએ કે, સિદ્ધાર્થ ટ્વિટર પર ઘણા એક્ટિવ રહેતા હતા.

ટીવી શો, મુવીઝ તથા વેબ સિરીઝમાં કામ કરનાર અને ‘બિગ બોસ 13’ના વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું અવસાન 2 સપ્ટેમ્બરે મુંબઈમાં થયું હતું. એક્ટરના ઘરમાં બેભાન અવસ્થામાં મળ્યો હતો અને

પછી તેને અસ્પતાલ લઈ ગયા હતા અને ત્યાં ડૉક્ટર્સે તેને મૃત જાહેર કર્યો હતો. કૂપર હોસ્પિટલમાં જ સિદ્ધાર્થનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. એક્ટરનું મોત હાર્ટ અટેકને કારણે થયું હોવાનું માનવામાં આવતું હતું. જોકે, રિપોર્ટમાં કારણ જણાવવામાં આવ્યું નથી.

હવે ફેન્સને આંચકો લાગે તેવી ચોંકાવનારી ખબર સામે આવી છે, મુંબઈ પોલીસે સિદ્ધાર્થના મોત કેસમાં ADR (એક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ) દાખલ કર્યો છે. કૂપર અસ્પતાલના ડોક્ટરોએ એક્ટરના મૃત્યુમાં ફાઉલ પ્લે હોવાની વાતની ચોખ્ખી ના પાડી છે. પછી તેમના મત મુજબ, એક્ટરનું મૃત્યુ એક નેચરલ DEATH છે.

અભિનેતાના મૃત્યુનું કારણ હાલમાં ખબર પડી શકી નથી. જોકે, કેમિકલ એનાલિસિસથી આ વાત સ્પષ્ટ થશે. રિપોર્ટમાં હાર્ટ અટેકની વાત કન્ફર્મ થયા બાદ મુંબઈ પોલીસ આ કેસ બંધ કરી દેશે.

આમ જોઈએ તો કાયદાકીય રીતે કોઈ પણ મૃત વ્યક્તિનો પોસ્ટમોર્ટમ કરાવતા પહેલાં ADR દાખલ કરવો necessity છે પણ બોમ્બેની પોલીસે હજુ પણ આ કેસમાં કંઈ શંકાસ્પદ મળ્યું નથી. પોલીસે આખી ફેમિલીનું ફક્ત નિવેદન લીધું છે. સિદ્ધાર્થની મમ્મી રીટા શુક્લાએ કહ્યું હતું કે સિદ્ધાર્થને મોડી રાત્રે બેચેની થતી હતી. તે પાણી પીને સૂઈ ગયો અને પછી સવારે ઉઠ્યો જ નહીં.

બાલિકા વધુ, દિલ સે દિલ તક, હમ્પટી શર્મા કી દુલ્હનિયા જેવા અનેક ટીવી શો અને ફિલ્મોમાં કામ કરી ચૂકેલ સિદ્ધાર્થ શુક્લા બ્રોકન બટ બ્યુટીફુલ 3 સીરીઝમાં પણ નજર આવી ચૂક્યા છે. સિદ્ધાર્થ શુક્લાએ નાની ઉંમરમાં દુનિયાને અલવિદા કહી દીધુ.

સિદ્ધાર્થના નિધનથી ચાહકો સાથે સાથે પરિવાર અને મિત્રોને પણ આઘાત લાગ્યો છે. બિગબોસ 13 બાદથી સિદ્ધાર્થનું નામ પંજાબી અભિનેત્રી શહેનાઝ ગિલ સાથે જોડાઇ રહ્યુ હતુ. શહેનાઝ ગિલ પહેલા પણ સિદ્ધાર્થનું નામ કેટલીક અભિનેત્રીઓ સાથે જોડાઇ ચૂક્યુ છે.

હવે ઇન્ટરનેટ પર રિપોર્ટ મળી રહ્યા છે કે કહેવામાં આવ્યું છે કે, સિદ્ધાર્થને તેનાં ડોક્ટરે હેવી વર્કઆઉટ ઓછું કરવાની સલાહ આપી હતી. જોકે, સિદ્ધાર્થની ટીમે આ તમામ વાતોનું ખંડન કર્યું અને તેને નિરાધાર કહી છે. સ્પોટબોયને આપેલાં નિવેદનમાં સિદ્ધાર્થની ટીમે જણાવ્યું છે કે, ‘હવે તેમનાં વિશે કંઇ પણ લખવામાં આવી રહ્યું છે, કૃપ્યા કોઇપણ આધારહીન રિપોર્ટ પર વિશ્વાસ ન કરો.’

YC