સિદ્ધાંત વીર સૂર્યવંશીની અંતિમ વિદાયની તસવીરો આવી સામે, પરિવારના હૈયાફાટ રુદન વચ્ચે ભીની આંખોએ આપી અભિનેતાને વિદાય, જોઈને તમે પણ ભાવુક થઇ જશો

અંતિમ વિધિ માટે સ્મશાન ઘાટ પહોંચ્યો અભિનેતા સિદ્ધાંતનો પાર્થિવ દેહ, દીકરીએ મોઢામાં રેડ્યું ગંગાજળ, ભાવુક કરી દેનારી તસવીરો આવી સામે

ગઈકાલે ટીવી જગતમાંથી એક ખુબ જ દુઃખદ ખબર સામે આવી હતી. 46 વર્ષીય અભિનેતા સિદ્ધાંત વીર સૂર્યવંશીને જિમમાં વર્કઆઉટ કરવા દરમિયાન હાર્ટ એટેક આવ્યો હતો, તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ પણ લઇ જવામાં આવ્યો હતો પરંતુ ડોક્ટરોની 45 મિનિટની મહેનત બાદ પણ તેનો જીવ બચાવી શકાયો નહોતો અને અભિનેતાનું મોત થયું થયુ. ત્યારે તેના નિધનની ખબરથી ચાહકો ઉપરાંત પરિવારજનો પણ આઘાતમાં છે.

ત્યારે હવે અભિનેતાની અંતિમ વિધિની તસવીરો સામે આવી રહી છે. અભિનેતા સિદ્ધાંત સૂર્યવંશીના અંતિમ સંસ્કાર થોડીવાર બાદ હવે મુંબઈ સ્મશાન ગૃહમાં કરવામાં આવશે, આ દરમિયાન સામે આવેલી તસ્વીરોમાં પરિવારજનો અને મિત્રો ભીની આંખે અભિનેતાને વિદાય આપતા જોવા મળી રહ્યા છે.

મુંબઈના શાંતાક્રુઝમાં આવેલા સ્મશાન ગૃહમાં વિદ્યુતકરણ દ્વારા અભિનેતાના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સિદ્ધાંત તેની પાછળ પત્ની એલિશિયા અને બે બાળકોને છોડી ગયો છે. તેના નિધન બાદ પરિવારની હાલત સૌથી વધુ ખરાબ છે, તેની દીકરીના હાલ રડી રડીને ખરાબ થઇ રહ્યા છે. મિત્રો અને સ્નેહીજનો પરિવારને સાંત્વના આપતા જોવા મળી રહ્યા છે.

મીડિયા રિપોર્ટ અનુસાર મળી રહેલી માહિતી પ્રમાણે સિદ્ધાંત સૂર્યવંશીના પાર્થિવ દેહને થોડીવાર માટે હોસ્પિટલથી જુહુ સર્કલના આવાસ પર પણ લોકોના અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. તેના અંતિમ સંસ્કારમાં ટીવી જગતની ઘણી હસ્તીઓ પણ હાજર રહેવા માટે આવી પહોંચી છે.

હાલ સામે આવેલી તસ્વીરોમાં સિદ્ધાંતના પરિવારજનો તેના અંતિમ સંસ્કારની વિધિ કરતા જોવા મળી રહ્યા છે. અંતિમ સંસ્કારની વિધિ પ્રમાણે તેના પરિવારના સદસ્યો તેના મોમાં ગંગાજળ પણ નાખતા જોવા મળી રહ્યા છે.આ દરમિયાન તેનો પરિવાર પણ ખુબ જ ભાવુક નજર આવી રહ્યો છે.  જેને સંબંધીઓ દ્વારા સાંત્વના આપવામાં આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Niraj Patel