લો સૂટમાં નવી નવેલી દુલ્હન કિયારા લાગી ખૂબસુરત, સિદ્ધાર્થના દેસી લુકે ચાહકોને કર્યા ઇમ્પ્રેસ, મુંબઇ પહોંચી ફરી વહેંચી લગ્નની મિઠાઇ

લગ્ન બાદ મુંબઇ પરત ફરેલા સિદ્ધાર્થ-કિયારાએ વહેંચી મિઠાઇઓ, યલો સૂટમાં મિસિસ મલ્હોત્રાએ જીત્યુ બધાનું દિલ- જુઓ ફોટા

બોલિવુડના લવ બર્ડ્સ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી હવે બોલિવુડના સૌથી પોપ્યુલર કપલમાંના એક બની ગયા છે. લગ્ન બાદથી આ કપલ સતત ચર્ચામાં છે. રાજસ્થાનના સૂર્યગઢ પેલેસમાં શાહી લગ્ન બાદ કપલ દિલ્હી ગયુ અને ત્યાં તેમના નજીકના લોકો અને પ્રિયજનો માટે રિસેપ્શન પાર્ટી આપી.

ત્યારે ગઇકાલના રોજ એટલે કે 12 ફેબ્રુઆરીએ કપલ દિલ્હીથી મુંબઇ આવ્યુ હતુ અને મુંબઈમાં બોલિવુડ સેલેબ્સ માટે ગ્રાન્ડ રિસેપ્શન પાર્ટી રાખી હતી. ત્યાં મુંબઇ પહોંચતાની સાથે જ સિદ-કિયારાએ મીડિયાને પોતાના હાથે લગ્નની મીઠાઈઓ વહેંચી અને એકસાથે ઘણા રોમેન્ટિક પોઝ આપ્યા.

આ કપલની તસવીરો હવે ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઇ રહી છે. લગ્ન બાદ મુંબઈ પહોંચેલી સિદ્ધાર્થ કિયારાની જોડી એકસાથે ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી. આ દરમિયાન નવી નવેલી દુલ્હન કિયારા યલો સૂટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણે માંગમાં સિંદૂર, ગળામાં મંગળસૂત્ર અને એન્ગેજમેન્ટ રિંગ સાથે તેનો લુક પૂર્ણ કર્યો હતો.

જ્યારે સિદ્ધાર્થ ઓલ વ્હાઇટ ટ્રેડિશનલ લુકમાં પરફેક્ટ લાગતો હતો. બંનેએ હાથ પકડીને મીડિયા માટે પોઝ આપ્યા હતા અને એકબીજાની આંખોમાં ખોવાયેલા પણ જોવા મળ્યા હતા. કપલે પેપરાજીઓને મીઠાઈ પણ વહેંચી હતી. આ દરમિયાન સિદ્ધાર્થ મલ્હોત્રા તેની પત્ની કિયારા અડવાણી સાથે રસ્તાની વચ્ચે રોમેન્ટિક બનતો જોવા મળ્યો હતો.

કિયારા તેના પતિ સિદ્ધાર્થ સાથે દુલ્હનની જેમ શરમાતી પણ દેખાતી હતી. બંનેની તસવીરો આવતાની સાથે જ ચાહકોનું દિલ જીતી લીધું હતું. મિઠાઇના બોક્સની વાત કરીએ તો, પિંક બોક્સમાં એક નાની ચિઠ્ઠી લખેલી હતી. આ નોટને સોનેરી રિબનથી બાંધવામાં આવી હતી.

કામની વાત કરીએ તો કિયારા અડવાણી ટૂંક સમયમાં સાઉથ સ્ટાર રામ ચરણ સાથે ફિલ્મ ‘RC-15’માં જોવા મળશે. બીજી તરફ સિદ્ધાર્થ અભિનેત્રી દિશા પટની સાથે ફિલ્મ યોદ્ધામાં જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina