BREAKING: સિંગર શ્રેયા ઘોષાલ લગ્નના 6 વર્ષ બાદ બની માતા, આપ્યો તેના પહેલા બાળકને જન્મ

હાલ મનોરંજન ઇન્ડસ્ટ્રીમાંથી ખૂબ જ સરસ સમાચાર આવી રહ્યા છે. સિંગર શ્રેયા ઘોષાલે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી તેને દીકરો થયાની જાણકારી આપી છે.

 

View this post on Instagram

 

A post shared by shreyaghoshal (@shreyaghoshal)

તમને જણાવી દઇએ કે, શ્રેયા ઘોષાલે લગ્નના 5-6 વર્ષ બાદ તેના પહેલા બાળકને જન્મ આપ્યો છે. તેના સીમંતની રસમ ખૂબ જ અલગ અંદાજમાં મનાવવામાં આવી હતી. તેમજ કોરોનાનું ધ્યાન રાખીને ખાસ અંદાજમાં સેલિબ્રેટ થઇ હતી.

તેની વર્ચુઅલ રીતે સીમંતની રસમ થઇ હતી. જેની તસવીરો તેણે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી હતી. સોશિયલ મીડિયા પર તેના આ અંદાજની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી. ચાહકોનું માનવુ છે કે, તેણે ખૂબ જ સરાહનીય કામ કર્યુ છે.

 

View this post on Instagram

 

A post shared by shreyaghoshal (@shreyaghoshal)

શ્રેયા ઘોષાલે તેના લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડ શિલાજીત મુખોપાધ્યાય સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા તેમણે એકબીજાને લગભગ 10 વર્ષો સુધી ડેટ કર્યા હતા.

તમને જણાવી દઇએ કે, તે અને તેનો પતિ તેમના પહેલા બાળકને લઇને ઘણા જ ઉત્સાહિત હતા અને હવે તેઓએ તેમના પહેલા બાળક માટે રાહ જોઇ રહ્યા હતા તે પણ સમાપ્ત થઇ ગઇ છે. શ્રેયાએ દીકરાને જન્મ આપ્યો છે.

Shah Jina