નોનવેજ ખાવા માટે કરતો હતો મજબુર, આ 10 લોકોના નિવેદન પર નરાધમ આફતાબને મળી શકે છે સજા

10 સાક્ષીઓ જે આફતાબને સજા અપાવશે:  આ નરાધમ શ્રદ્ધાને નોનવેજ ખાવા માટે કરતો હતો મજબુર, જાણો વિગતવાર

શ્રદ્ધા મર્ડર કેસ હવે આખા દેશ માટે ચર્ચાનો વિષય બની ગયો છે, લિવ ઇનમાં રહેતી પ્રેમિકાને તેના જ પ્રેમીએ ગળું દબાવીને મારી નાખી અને પછી તેની લાશના 35 ટુકડા કરીને જંગલમાં ફેંકી દીધા. જેના 6 મહિના બાદ આ આખી ઘટના સામે આવી અને પોલીસ પણ દોડતી થઇ ગઈ. ભલે હત્યારો પોલીસની પકડમાં હોય છતાં પણ હજુ આ હત્યાનું રહસ્ય રોજ ઘુંટાતું જઈ રહ્યું છે. આખો દેશ હત્યારા આફતાબને ફાંસી થાય એવી માંગ કરી રહ્યો છે, તો પોલીસ પણ આ મામલામાં પુરાવાઓ શોધવામાં લાગી ગઈ છે. ત્યારે એવા 10 સાક્ષીઓ છે જેના આધારે આરોપીને સજા મળી શકે છે. ચાલો જોઈએ કોણ કોણ છે એ લોકો જે હત્યારા આફતાબને ફાંસીના માંચડા સુધી લઇ જશે.

1. વિકાસ વૉકર (શ્રદ્ધાના પિતા):
શ્રદ્ધાના મૃત શરીરના ટુકડાઓ ઓળખવા માટે પોલીસે તેમના ડીએનએ સેમ્પલ લીધા છે. જો બંનેના ડીએનએ મેચ થશે તો સાબિત થશે કે પોલીસને જે શરીરના અંગો મળ્યા છે તે શ્રદ્ધાના જ છે. પિતાએ પહેલા જ પોલીસને નિવેદન આપ્યું છે કે આફતાબ ઘણીવાર તેમની દીકરીને મારતો હતો. જો કે, પિતાની જુબાની કરતાં પોલીસનું સંપૂર્ણ ધ્યાન અન્ય 10 સાક્ષીઓ પર રહેશે.

2. ગોવિંદ યાદવઃ
ગોવિંદ યાદવ મુંબઈમાં ગુડલક નામની પેકર્સ અને મૂવર્સ સર્વિસ ચલાવે છે. જે દિવસે શ્રદ્ધાની હત્યા કરવામાં આવી હતી, એટલે કે 18 મેના રોજ, તેના 18 દિવસ પછી, 5 જૂને આફતાબે તેનો સામાન તેમના મારફત મુંબઈથી દિલ્હી શિફ્ટ કરાવ્યો હતો. આ માલ 37 બોક્સમાં પેક કરવામાં આવ્યો હતો.

3. રાજેશ કુમાર:
જ્યારે આફતાબ-શ્રદ્ધા મુંબઈથી દિલ્હી શિફ્ટ થયા ત્યારે ફ્લેટના પ્લમ્બર રાજેશ કુમાર હતા, જેમણે તેમને પાણીની સપ્લાય વિશે જણાવ્યું.

4. રાહુલ રાયઃ
રાહુલ રાય શ્રદ્ધાનો મિત્ર છે, જે મુંબઈમાં રહે છે. રાહુલ રાય એજ વ્યક્તિ છે જેણે દિલ્હી પોલીસને કહ્યું હતું કે 2020માં આફતાબે શ્રદ્ધાને ખરાબ રીતે માર માર્યો હતો.

5. ગોડવિન:
ગોડવિન શ્રદ્ધાના મિત્રનો ભાઈ છે. તેની મદદથી પોલીસ સ્ટેશનમાં શ્રદ્ધાના ગુમ થયાની જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ આફતાબ સામે ફરિયાદ કરવામાં આવી હતી.

6.કરણ બારી:
કરણ શ્રદ્ધાનો મેનેજર છે. 24 નવેમ્બર 2020ના રોજ આફતાબે શ્રદ્ધાને ખૂબ માર માર્યો હતો. આ વાતની જાણકારી શ્રદ્ધાએ તેને વોટ્સએપ દ્વારા આપી હતી.

7. ડૉ. અનિલ કુમારઃ
શ્રદ્ધાના શરીરને આરીથી કાપતી વખતે આફતાબનો હાથ પણ કપાઈ ગયો હતો. ત્યારપછી તે પોતાની સારવાર માટે દિલ્હીમાં આ ડોક્ટર પાસે ગયો હતો.

8. રજત શુક્લ:
રજત શ્રદ્ધાનો મિત્ર છે. 2019માં શ્રદ્ધાએ તેને સૌપ્રથમ કહ્યું હતું કે તે 2018થી આફતાબ સાથે સંબંધમાં છે અને તેણે લિવ-ઈનમાં રહેવાનું શરૂ કર્યું છે.

9. લક્ષ્મણ:
લક્ષ્મણ શ્રદ્ધાનો મિત્ર છે. તેણે દિલ્હી પોલીસને નિવેદન આપ્યું છે કે મુંબઈથી દિલ્હી શિફ્ટ થયા બાદ શ્રદ્ધાએ તેના મેસેજનો જવાબ પણ આપ્યો ન હતો. પછી તેને શંકા ગઈ કે કંઈક ખોટું છે.

10. સુદીપ સચદેવા:
આફતાબે શ્રદ્ધાના શરીરના ટુકડા કરવા માટે સુદીપની હાર્ડવેરની દુકાનમાંથી એક કરવત ખરીદી હતી. તે સમયે આફતાબ સામાન્ય દેખાઈ રહ્યો હતો.

11. કુલદીપ સિંહઃ
શ્રદ્ધાના શરીરના ટુકડા કર્યા પછી આફતાબે 19 મેના રોજ છતરપુરમાં તેની દુકાનમાંથી એક નવું ફ્રીઝ ખરીદ્યું. તેમાં શબના ટુકડા રાખવામાં આવ્યા હતા.

Niraj Patel