આફતાબે કર્યો નવો ધડાકો, કહ્યું શ્રદ્ધા બીજા સાથે ડેટ પર જતા મારાથી ન રહેવાયું અને…

શ્રદ્ધા મર્ડર કેસ પોલીસ માટે પણ એક ચુનોતી બની ગયો છે. હત્યારો આફતાબ હાલ પોલીસની કસ્ટડીમાં છે પરંતુ પુરાવાના આભાવે તેને સજા નથી મળી રહી. ત્યારે પોલીસ પણ હવે પુરાવા શોધવામાં દિવસ રાત મહેનત કરી રહી છે. ત્યારે પોલીસ આફતાબની સતત પુછપરછ કરી રહી છે અને આ પુછપરછ દરમિયાન ઘણા બધા ચોંકાવનારા ખુલાસાઓ પણ સામે આવી રહ્યા છે.

હાલ એક એવો જ ચોંકવાનારો ખુલાસો સામે આવ્યો છે, ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર આફતાબે પોલીસ પુછપરછમાં જણાવ્યું કે શ્રદ્ધા કોઈ અન્ય સાથે ડેટિંગ પર જતી હતી જેના કારણે તે તેનાથી નારાજ હતો અને આ વાતને લઈને તે ગુસ્સામાં પણ હતો. આફતાબે દાવો કર્યો હતો કે ડેટિંગ એપ બમ્બલ દ્વારા શ્રદ્ધા સર્ચ કરીને ગુરુગ્રામમાં કોઈ સાથે ડેટ પાર ગઈ હતી. જેના બાદ તે 18મી તારીખે બપોરે મહરોલી ફ્લેટ પર પરત આવી હતી.

આફતાબે આગળ જણાવ્યું કે આ કારણે અમારી વચ્ચે આ છેલ્લો ઝઘડો થયો હતો. જેના બાદ તેને શ્રદ્ધાની હત્યા કરીને ઝઘડાનો અંત લાવી દીધો. ત્યારે હવે પોલીસ આ મામલે બમ્બલ એપને માહિતી આપવા માટે પણ લખીને જણાવ્યું છે, પરંતુ હજુ સુધી વળતો જવાબ તેમને નથી મળ્યો. આફતાબે પોલીસને એમ પણ જણાવ્યું કે તેમની વચ્ચે સંબંધો સારા નહોતા અને તેમનું બ્રેકઅપ પણ થઇ ગયું હતું.

આફતાબે એવો પણ દાવો કર્યો હતો કે તે ખાસ સંબંધમાં એકસાથે નહોતા રહેતા પરંતુ ભાડાના મકાનમાં જોડાની જગ્યાએ ફ્લેટમેટ્સની જેમ વધારે રહેતા હતા. થોડા સમય પહેલા કરવામાં આવેલા આફતાબના નાર્કો-એનાલિસિસ ટેસ્ટ દરમિયાન તેને કહ્યું કે તેને શ્રદ્ધાના શરીરના અંગોને મહેરૌલીના જંગલોમાં ફેંકી દેવાનો વિચાર જંગલની નજીક તેના મિત્ર બદ્રીના ઘરે ગયા પછી આવ્યો હતો. બદ્રી દક્ષિણ દિલ્હીના છતરપુર પહાડી વિસ્તારમાં આફતાબના ભાડાના ફ્લેટ પાસે રહેતો હતો.

Niraj Patel