કેટલો બેરહેમ છે આફતાબ આ વાતનું સબૂત છે વોટ્સએપ ચેટ, એટલી ખરાબ રીતે શ્રદ્ધાને માર્યો હતો માર કે બેડ પરથી ઉઠી પણ નહોતી શકતી

‘પિટાઇથી શરીર દુખી રહ્યુ છે…’ ટીમ લીડરને શ્રદ્ધાએ વ્યક્ત કર્યુ હતુ દર્દ, જુઓ ફટાફટ વૉટ્સઅપ ચેટના સ્ક્રીકશોટ

શ્રદ્ધા હત્યાકાંડમાં રોજ રોજ નવા નવા ખુલાસાઓ થઇ રહ્યા છે. આ મામલે હવે ઘણો જ સનસનીખેજ ખુલાસો થયો છે. શ્રદ્ધાની વોટ્સએપ ચેટથી તેની સાથે થયેલ હેવાનિયતનો ખુલાસો થયો છે. શ્રદ્ધા અને તેના પૂર્વ ટીમ લીડર વચ્ચે ચેટ થઇ હતી અને આ ચેટ હવે સામે આવી છે. શ્રદ્ધા અને આફતાબના સંબંધમાં છેલ્લા બે વર્ષોથી કંઇ ઠીક નહોતુ ચાલી રહ્યુ. જે વોટ્સએપ ચેટ છે તેની તસવીર પણ સામે આવી છે. આ ચેટ 24 નવેમ્બર 2020ની છે. જેમાં તે તબિયત ઠીક ના હોવાનું જણાવી રહી છે. આ એ જ સમય હતો જ્યારે આફતાબે તેને મારી હતી.

વોટ્સએપ ચેટ જેને શ્રદ્ધા અને તેના ટીમ લીડરની વાતચીતની જણાવવામાં આવી રહી છે. તેમાં શ્રદ્ધા કહે છે કે હવે તેના (આફતાબ) ઘર જવાથી બધુ ઠીક થઇ ગયુ છે. હવે તે બહાર જઇ રહ્યો છે. હું આજે કામ નહિ કરી શકીશ કારણ કે કાલે થયેલ મારપીટને કારણે કદાચ મારુ બીપી લો થઇ ગયુ છે અને શરીરમાં દર્દ થઇ રહ્યુ છે. એનર્જી નથી બચી અને બેડ પરછી ઉઠવાની હિંમત નથી. મારે એ પણ જોવાનું છે કે તે આજે ચાલ્યો જાય. આગળ શ્રદ્ધા લખે છે કે મારે કારણે જે પરેશાની થઇ રહી છે અને કામમાં નુકશાન થઇ રહ્યુ છે તે માટે માફી માંગુ છું.

આ પહેલા શ્રદ્ધાનો બીજો એક ફોટો સામે આવ્યો હતો. આ ચેટ મુંબઇમાં શ્રદ્ધા અને તેના મિત્રો વચ્ચેનો હતો. ચેટ 23 નવેમ્બર 2020 એટલે કે એ દરમિયાનની છે જ્યારે આફતાબે શ્રદ્ધા સાથે મારપીટ કરી હતી. આ ચેટમાં શ્રદ્ધાનો મિત્ર તેની હાલત અને તે ક્યાં છે, તેમજ આફતાબ સાથે ઘરમાં સુરક્ષિત છે તેના વિશએ પૂછી રહ્યો હતો. સાથે જ શ્રદ્ધાએ ચેટમાં ચહેરા પર આવેલ ચોટનો ફોટો પણ મિત્રને વોટ્સએપ કર્યો હતો. આ ચેટમાં મહિલા મંડળમાં ફરિયાદની પણ વાત કરવામાં આવી છે. શુક્રવારે સવારે જ્યારે શ્રદ્ધાની એક તસવીર સામે આવી હતી.

જે વર્ષ 2020ની હતી. જ્યારે આફતાબે તેને માર માર્યો હતો. તે બાદ શ્રદ્ધા ત્રણ દિવસ હોસ્પિટલમાં દાખલ પણ રહી હતી. આ આરોપ શ્રદ્ધાના મિત્રોએ લગાવ્યો હતો. તસવીરમાં શ્રદ્ધાના ચહેરા પર ઇજાના નિશાન પણ જોવા મળ્યા હતા. આટલા દિવસો સુધી શ્રદ્ધાએ આફતાબના અત્યાચાર અને જુલમને શા માટે સહન કર્યું તે મિત્રોની સમજની બહાર છે.આ પ્રકારની કેટલીક ચેટ પણ સામે આવી છે જેમાં શ્રદ્ધાએ મારપીટની વાત છુપાવવાનો પ્રયાસ કર્યો છે. તે 2020 ના કયા મહિનાનો છે તે અત્યારે સ્પષ્ટ નથી.

આમાં શ્રદ્ધા તેના મિત્રને તેના નાકમાં થયેલી ઈજા વિશે જણાવી રહી છે. તે સમયે તેણે જણાવ્યું હતું કે તેના નાકમાં ફ્રેક્ચર થયું છે કારણ કે તે પડી ગઈ હતી. શ્રદ્ધાએ એ હકીકત છુપાવી હતી કે આફતાબે તેને માર માર્યો હતો. શ્રદ્ધાના મિત્રએ આજ તકને જણાવ્યું હતું કે હુમલા બાદ તેઓ તેને હોસ્પિટલ અને પોલીસ સ્ટેશન પણ લઈ ગયા હતા. આફતાબ તેને સતત ફોન કરી રહ્યો હતો અને કહી રહ્યો હતો કે જો તું પાછી નહીં આવે તો હું આત્મહત્યા કરી લઈશ.

મતલબ કે તે શ્રદ્ધાને બ્લેકમેઈલ કરતો હતો. તપાસ દરમિયાન એવું પણ સામે આવ્યું છે કે મુંબઈમાં ભાડા પર ફ્લેટ લેતી વખતે આફતાબ અને શ્રદ્ધાએ પોતાને પતિ-પત્ની ગણાવીને ભાડા કરાર કર્યો હતો. ફ્લેટના માલિક જયશ્રી પાટકરે આ અંગે જણાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે બંને વચ્ચે ખૂબ ઝઘડો થતો હતો, દિલ્હી પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ગાંજાના નશામાં હતો. શ્રદ્ધા ગાંજાનું સેવન કરવા બદલ તેને ઠપકો આપતી હતી.

આરોપી ગાંજો અને અન્ય નશો ક્યાંથી લાવતો તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. સાકેત કોર્ટે રોહિણી ફોરેન્સિક સાયન્સ લેબને 5 દિવસમાં આફતાબનો નાર્કો ટેસ્ટ કરાવવાનો આદેશ આપ્યો છે. આ સાથે જ એવો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે કે આરોપી આફતાબ પર થર્ડ ડિગ્રીનો ઉપયોગ ન કરવામાં આવે. વાસ્તવમાં જ્યારે આરોપીનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે છે ત્યારે તેની સંમતિ પણ જરૂરી છે. જ્યારે આફતાબને કોર્ટમાં પૂછવામાં આવ્યું કે તે નાર્કો ટેસ્ટ કરાવવા માટે તૈયાર છે? ત્યારે તેનો જવાબ હતો, ‘હું મારી સંમતિ આપું છું’.

Shah Jina