પ્રેમમાં ખેલાયો ખૂની ખેલ, લિવ ઈનમાં રહેતી પ્રેમિકાના ક્રૂર રાક્ષસ પ્રેમીએ કરી નાખ્યા 35 ટુકડા, રૂંવાડા ઉભા કરી દેશે આ પ્રેમનો કરુણ અંજામ

નરાધમ બોયફ્રેન્ડે શ્રદ્ધાના લાશના કર્યા 35 ટુકડા, નવું ફ્રિજ લાવીને અંદર રાખી દીધા, રોજ રાત્રે 2 વાગે એકેક ટુકડો… રૂંવાડા ઉભા કરી દેનારો મામલો

ઘણા લોકો એવા હોય છે જે પ્રેમમાં આંધળા બની જતા હોય છે અને પોતાના પાર્ટનર પર આંખો બંધ કરીને વિશ્વાસ પણ કરી લેતા હોય છે, પરંતુ જયારે આ વિશ્વાસ તૂટે છે ત્યારે તેનું પરિણામ પણ ખુબ જ ગંભીર આવતું જોવા મળે છે, કોઈ પ્રેમમાં ચાલાકી કરતું હોય છે તો કોઈ ટાઈમપાસ, તો કોઈ લૂંટના ઇરાદે પ્રેમ કરતું હોય છે, પ્રેમ પ્રસંગોમાં ઘણીવાર કોઈની હત્યા કરી દેવાના મામલાઓ પણ સામે આવતા હોય છે.

ત્યારે હાલ એક રૂંવાડા ઉભા કરી દેનારો મામલો સામે આવ્યો છે. જેમાં એક પ્રેમીએ તેની જ સાથે લિવ ઇનમાં રહેતી પ્રેમિકાની હત્યા કરી નાખી અને લાશના 35 ટુકડા પણ કરી નાખ્યા. આ હચમચાવી દેનારો મામલો સામે આવ્યો છે દેશની રાજધાની દિલ્હીમાંથી. જેમાં આફતાબ અમીન પુનાવાલા નામના એક યુવકે તેની જ પ્રેમિકા શ્રદ્ધા વાકરની હત્યા કરી નાખી અને તેની લાશના 35 ટુકડા કરીને રોજ રાત્રે આ ટુકડાઓને દિલ્હીની અલગ અલગ જગ્યાએ ઠેકાણે પાડવા લાગ્યો.

આ બંનેનું પ્રેમ પ્રકરણ મુંબઈમાં શરૂ થયુ હતું. તે બંને મુંબઈના એક કોલ સેન્ટરમાં નોકરી  કરતા હતા અને ત્યાં જ મિત્રો બન્યા. જેના બાદ આ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ, પરંતુ યુવતીના પરિવારજનો આ પ્રેમની તરફેણમાં નહોતા જેના કારણે બંને મુંબઈ છોડી અને દિલ્હીમાં રહેવા માટે આવી ગયા. યુવતીના પરિવારજનો યુવતી સાથે સોશિયલ મીડિયા દ્વારા તેના હાલ ચાલ જાણતા હતા.

શ્રદ્ધા તેના એક ક્લાસમેટ લક્ષ્મણ સાથે સંપર્કમાં હતી અને લક્ષ્મણ તેના પિતા વિકાસ મદાનને તેના હાલચાલ જણાવતો. જયારે શ્રદ્ધા ઘણા દિવસથી લક્ષ્મણનો ફોન નહોતી ઉઠાવતી ત્યારે આ વાતની જાણકારી તેના પિતાને પણ આપી. જેના બાદ તેના પિતા 8 નવેમ્બરે દિલ્હી પહોંચી ગયા. જયારે તે શ્રદ્ધાના ઘરે પહોંચ્યા તો ઘરે તાળું હતું અને પછી તેમને દીકરીનું અપહરણ થવાની ફરિયાદ મહરૌલી પોલીસમાં લખાવી.

જેના બાદ પોલીસ આફતાબને શોધવવામાં લાગી ગઈ. પછી એક ગુપ્ત સૂચના પર આફતાબને ઘરેથી પોલીસે  દબોચી લીધો. કડકાઈથી પુછપરછ કરવા પર આફતાબે જણાવ્યું કે શ્રદ્ધા તેના પર લગ્ન કરવા માટે દબાણ કરી રહી હતી અને તેના કારણે બંને વચ્ચે ઝઘડા થતા હતા. જેના બાદ તેને શ્રદ્ધાનું ગળું દબાવીને હત્યા કરી નાખી અને આરીથી લાશના 35 ટુકડા કરી નાખ્યા, એક નવું ફ્રિજ લાવી તેમાં ટુકડા મૂકી દીધા, અને દુર્ગંધ ના આવે તે માટે અગરબત્તી સળગાવતો. અને રોજ રાત્રે 2 વાગે લાશનો એક એક ટુકડો લઇ જઈને ફેંકી દેતો.

Niraj Patel