શું ડિપ્રેશનમાં હતી શ્રદ્ધા ? ડોક્ટરે કર્યો મોટો ખુલાસો, કહ્યુ- તેેને ડર હતો કે આફતાબ તેને…

દિલ્લીના મહરૌલીના ખૌફનાક અને ભયાનક શ્રદ્ધા હત્યાકાંડમાં અવાર નવાર ખુલાસાઓ થઇ રહ્યા છે, ત્યારે આજે શ્રદ્ધાની એક તસવીર સામે આવી. જેમાં તેના ચહેરા પર ઇજાના નિશાન જોવા મળ્યા. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ તસવીર 2020ની છે અને ત્યારે આફતાબે શ્રદ્ધા સાથે મારપીટ કરી હતી, જેને કારણે તેને ઇજા પહોંચી હતી. આ ઉપરાંત વધુ એક મોટી જાણકારી સામે આવી છે. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, શ્રદ્ધાએ ફેબ્રુઆરી 2021માં મુંબઇના મલાડ સ્થિત રક્ષા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડોક્ટર સાથે વાત કરી હતી.

શ્રદ્ધાએ ડોક્ટર પ્રણવ કાબરાને તેના ડિપ્રેશનને લઇને વાત કરી હતી. આ ઉપરાંત શ્રદ્ધાએ આફતાબના એંગર મેનેજમેન્ટ વિશે પણ વાત કરી હતી અને ડોક્ટરને જણાવ્યુ હતુ કે તે તેના પર અત્યાચાર કરતો હતો. લલ્લનટોપના રીપોર્ટ પ્રમાણે ડોક્ટર પ્રણવે જણાવ્યુ કે, મને એક પેશન્ટનો કોલ આવ્યો હતો. પેશન્ટે તેનું નામ શ્રદ્ધા વોકર જણાવ્યુ હતુ. તેણે જણાવ્યુ કે, તેને સોશિયલ વર્કર શ્રેહા ઘરગાલકરે નંબર આપ્યો છે. મેં ઘરગાલકરે વિશે ઘણુ સાંભળ્યુ હતુ અને તે કારણે મેં તેની સાથે વાત કરી લીધી.

આમ તો અમે આવી રીતે કોઇની સાથે વાત કરવાથી બચીએ છીએ અને પહેલા તેમને હોસ્પિટલ બોલાવીએ છીએ. ડોક્ટર પ્રણવે આગળ કહ્યુ કે, શ્રદ્ધાએ તેની ડિપ્રેશનની પરેશાની વિશે મને વાત કરી હતી. આ ઉપરાંત તેણે આફતાબના એંગર મેનેજમેન્ટ વિશે પણ પૂછ્યુ હતુ. અમે શ્રદ્ધાને સાયકોલોજિકલ ટેસ્ટ કરવા વિશે વાત કરી હતી. તે હોસ્પિટલ આવવાથી બચી રહી હતી, પંરતુ ફોન પર તેણે જણાવ્યુ કે, તેનો બોયફ્રેન્ડ આફતાબ નાની નાની વાત પર ગુસ્સે થઇ જાય છે.

ડોક્ટર અનુસાર, શ્રદ્ધાએ તેના બોયફ્રેન્ડનું નામ આફતાબ અમીન પૂનાવાલા જણાવ્યુ હતુ. શ્રદ્ધાએ એ પણ જણાવ્યુ હતુ કે બંને વચ્ચે ઘણી કહાસુની થાય છે, જેને કારણે તેને એવું લાગે છે કે આફતાબ તેની સાથે મારપીટ ના કરી દે. શ્રદ્ધાએ ડોક્ટરને જણાવ્યુ હતુ કે, છેલ્લા કેટલાક સપ્તાહથી આફતાબ અજીબોગરીબ વ્યવહાર કરી રહ્યો છે અનેફોન પર હંમેશા વોટ્સએપ ચલાવે છે. ડોક્ટર પ્રણવે શ્રદ્ધાને યોગ અને ડીપ બ્રીથિંગ કરવાની પણ સલાહ આપી હતી. ડોક્ટરે શ્રદ્ધાને હોસ્પિટલ આવી મળવા માટે કહ્યુ હતુ પરંતુ તે ક્યારેય હોસ્પિટલ ન આવી.

રીપોર્ટ્સ અનુસાર, શ્રદ્ધા અને આફતાબ મુંબઇના એક એપાર્ટમેન્ટમાં પતિ-પત્ની તરીકે રહેતા હતા. ઇન્ડિયા ટુડેના રીપોર્ટ અનુસાર, શ્રદ્ધા અને આફતાબ વર્ષ 2020થી 2021 વચ્ચે મુંબઇના વસઇ વિસ્તારમાં રહેતા હતા. બંને વસઇમાં રીગલ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં પતિ-પત્ની તરીકે રહેતા હતા. જે ફ્લેટમાં તે લોકો રહેતા હતા તેની માલકિન જયશ્રી પાટકરે જણાવ્યુ કે, તે ફ્લેટમાં પરિવાર સાથે રહેવા જઇ રહ્યો હતો. જયશ્રીએ કહ્યુ હતુ કે ક્યારેય તે આફતાબ અને શ્રદ્ધા સાથે મળી નહોતી.

તેમના રેન્ટ એગ્રીમેન્ટનું બધુ કામ રિયલ એસ્ટેટ એજન્ટે જ કર્યુ હતુ. જયશ્રીએ જણાવ્યુ કે, સોસાયટીના લોકો અનુસાર, બંને વચ્ચે ખૂબ ઝઘડા થતા હતા. આસપાસના લોકો સુધી પણ તેમનો અવાજ પહોંચતો હતો. રીગલ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના સચિવ દિલીપ સાવંત અનુસાર, તેમને જે રેન્ટ એગ્રીમેન્ટની કોપી આપવામાં આવી હતી તેમાં બંનેએ પોતાને પરણિત જણાવ્યા હતા.

Shah Jina