ખુશખબરી : અંબાણીના ઘરે ‘લક્ષ્મી’ આવ્યા, મોટી વહુએ આપ્યો પુત્રીને જન્મ, જુઓ ફોટાઓ

ભારતનું ગર્વ એવા અંબાણી પરિવારના મોટા દીકરા આકાશ અંબાણી અને પુત્રવધુ શ્લોકા બીજી વખત માતા-પિતા બન્યા છે આ વખતે તેના ઘરે લક્ષ્મી માતાને જન્મ આપ્યો છે. બંનેને એક પુત્ર પૃથ્વી આકાશ અંબાણી છે જે ફક્ત બે વર્ષનો છે.

મોટી વહુ શ્લોકા અંબાણી અને આકાશ અંબાણીની બીજી બાળકીના સમાચાર હાલમાં વાયરલ થયા છે. કહેવાય છે કે અંબાણી પરિવાર થોડા સમયમાં આ બાબતને બધા સામે લાવશે. દીકરીના આગમનથી સમગ્ર અંબાણી પરિવારમાં ખુશીનો માહોલ છે.

આજે અંબાણીના એન્ટેલિયામાં ખુશીઓની લહેર છવાઈ ગઈ છે. નીતા અંબાણી અને મુકેશ અંબાણી આજે ફરી એકવાર દાદા-દાદી બની બની ગયા છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણીની પત્ની શ્લોકાએ પુત્રીને જન્મ આપ્યો છે.

તે બીજી વખત માતા બનવાનું સુખ પ્રાપ્ત થયું છે. દીકરીના જન્મથી અંબાણી પરિવાર આનંદમાં છે. શ્લોકા મહેતાએ 31 મેના રોજ પુત્રીને જન્મ આપ્યો છે. તમને જાણાવીદઈએ કે આકાશ અને શ્લોકાને પૃથ્વી આકાશ અંબાણી નામનો પુત્ર છે. તે બે વર્ષનો છે.

તમને જણાવી દઈએ કે અંબાણી પરિવારમાં પહેલું બાળક વર્ષ 2020માં આવ્યું હતું. એ લોકડાઉનના વર્ષમાં 10 ડિસેમ્બરે મુકેશ અંબાણીના ઘરે પૌત્રનો જન્મ થયો હતો. લાડલાના બોર્ન પછી તરત જ મુકેશ અંબાણીએ એક તસવીર શેર કરી હતી. આ વખતે પણ કંઈક આવું જ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જો સમાચાર પર વિશ્વાસ કરવામાં આવે તો અંબાણી પરિવાર ટૂંક સમયમાં તેની માહિતી સોશિયલ મીડિયા પર શેર કરી શકે છે.

તમને જણાવી દઈએ કે અભ્યાસ પૂરો કરવા માટે બંનેએ અલગ-અલગ યુનિવર્સિટીમાં એડમિશન લીધું, પછી બંને અલગ થઈ ગયા હતા, પણ તે પછી પણ બંને એકબીજાના સંપર્કમાં રહ્યા. જ્યારે શ્લોકા મેહતાએ ગ્રેજ્યુએશન પૂરું કરેલું છે અને તેની કારકિર્દીની શરૂઆત કરી, ત્યારે બંનેએ ઓફિશિયલ રીતે તેમના સંબંધોની જાહેરાત કરી. આ કપલની એન્ગેજમેન્ટ માર્ચ 2018માં થઈ હતી. બંને લવબર્ડ્સ ડિસેમ્બર 2018માં લગ્નના બંધનમાં બંધાયા હતા.

YC