દિવસમાં ત્રણ વખત રંગ બદલે છે આ ચમત્કારી શિવલિંગ, વૈજ્ઞાનિકો પણ નથી શોધી શક્યા રહસ્ય

રાજસ્થાનના ધોલપુરમાં ચંબલ નદીની કોતરોમાં આવેલા પ્રાચીન મહાદેવ મંદિર સાથે ઘણી માન્યતાઓ જોડાયેલી છે. ભક્તોના મતે આ મંદિર લગભગ હજાર વર્ષ જૂનું છે. પહાડોમાં ડાકુઓના કારણે લોકો અહીં બહુ ઓછા આવતા હતા. પરંતુ જેમ-જેમ પરિસ્થિતિ બદલાવા લાગી, તેમ-તેમ દૂર-દૂરથી લોકો ભગવાન શિવના દર્શન કરવા અહીં આવવા લાગ્યા. અહીંની ધાર્મિક માન્યતાઓ સિવાય બીજી એક ચોંકાવનારી બાબત છે. અહીં શિવલિંગ દિવસમાં ત્રણ વખત રંગ બદલે છે. કહેવાય છે કે આ શિવલિંગ સવારે લાલ, બપોરે કેસરી અને રાત્રે શ્યામ થઈ જાય છે. આ મંદિર અચલેશ્વર શિવ મંદિર તરીકે ઓળખાય છે.

આ શિવલિંગ એક દિવસમાં ત્રણ રંગ બદલે છે : આ શિવલિંગ શા માટે દિવસમાં ત્રણ વખત રંગ બદલે છે? અત્યાર સુધી વૈજ્ઞાનિકો પણ આ વિશે જાણી શક્યા નથી. અનેક વખત સંશોધનો થયા છે પરંતુ ચમત્કારી શિવલિંગનું રહસ્ય હજુ સુધી બહાર આવ્યું નથી. મંદિરમાં ભગવાન શિવના દર્શન કરવા માટે ભક્તોએ ચંબલ પુલની બાજુથી રસ્તો કાઢ્યો હતો. જેમ જેમ ખોદકામ થતું ગયું તેમ તેમ શિવલિંગની પહોળાઈ પણ વધતી ગઈ. આ અદભુત અચલેશ્વર મહાદેવ મંદિરમાં લોકો ખૂબ જ શ્રદ્ધા ધરાવે છે. કહેવાય છે કે આ રહસ્યમય શિવલિંગના માત્ર દર્શન કરવાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે.

દર્શનથી ઇચ્છિત જીવન સાથી મળે છે : મહાદેવના આ મંદિર વિશે એવું માનવામાં આવે છે કે અહીં કુંવારા છોકરા-છોકરીઓ પોતાના ઈચ્છિત જીવનસાથીની ઈચ્છા લઈને આવે છે અને શિવ તેને પૂરી કરે છે. શિવને જળ અર્પણ કરવા માટે સોમવારે અહીં મોટી ભીડ એકઠી થાય છે. જો અપરિણીત લોકો 16 સોમવારે અહીં જળ ચઢાવે છે, તો તેમને તેમનો ઇચ્છિત જીવન સાથી મળે છે. તેની સાથે લગ્નમાં આવતી અડચણો પણ દૂર થાય છે. ભક્તોનું કહેવું છે કે દસ ફૂટનો સાપ શિવલિંગની નજીક આવે છે અને શિવલિંગની આસપાસ ફરે છે, પરંતુ કોઈને સ્પર્શતો નથી.

અચલેશ્વર મહાદેવ મંદિર એક હજાર જૂનું છે : ધોલપુરથી પાંચ કિલોમીટર દૂર ચંબલ નદીના કિનારે કોતરોમાં આવેલું અચલેશ્વર મહાદેવ મંદિર લગભગ એક હજાર વર્ષ જૂનું હોવાનું કહેવાય છે. શિવલિંગનું ખોદકામ પ્રાચીન કાળમાં રાજાઓ અને સમ્રાટો દ્વારા પણ કરવામાં આવ્યું હતું, પરંતુ શિવલિંગનો કોઈ અંત ન હોવાના કારણે ખોદકામ બંધ થઈ ગયું હતું.

YC