ગુજરાતના આ નાના એવા ગામના બાળકોએ શ્રાવણ માસમાં કર્યું સુંદર કામ, એવા શિવલિંગ બનાવ્યા કે તસવીરો તમારું મન મોહી લેશે

શ્રાવણ મહિનો આજથી શરુ થઇ ગયો છે. આજે પહેલો દિવસ સોમવારનો હતો ત્યારે આ પવિત્ર શ્રાવણ માસમાં લોકો શિવજીની પૂજા કરે છે. સમગ્ર દેશના શિવ મંદિરોમાં ભારે ભીડ જોવા મળશે. ત્યારે આ દરમિયાન ગુજરાતના નાના એવા ગામની અંદર શિવ ભક્તિનો અનેરો મહિમા જોવા મળ્યો છે.

ગુજરાત રાજ્યના પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાની શ્રી આદિતપરા પ્રાથમિક શાળાના બાળકો દ્વારા શ્રાવણ માસની અનોખી ઉજવણી કરવામાં આવી રહી છે.

આદિતપરા શાળાના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ શાળાના બાળકોએ શિવ પુજા માટે પોતાના ઘરે જ માટીનાં સુંદર શિવલિંગ નિર્માણ કર્યા છે.

કોરોનાની ત્રીજી લહેર દરવાજો ખખડાવવા તૈયાર જ છે ત્યારે આપણી અને પરિવારજનોની સાવચેતી રાખવાં સોશ્યલ ડિસ્ટન્સ રાખવું ખુબ આવશ્યક છે.

ત્યારે આ નાના બાળકો પાસે ખુબ સરસ પ્રેરણા મળે છે કે ઘરે રહીને પણ શિવ આરાધના કરી શકાય છે શ્રાવણ માસમાં દરેક શિવ મંદિરમાં ખુજ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળે છે.

પરંતુ હાલ કોરોના કાળને ધ્યાનમાં રાખી ભીડમાં ના જવું જોઈએ. પોતાની સલામતીને ધ્યાનમાં રાખી આપણી શ્રદ્ધાનું પ્રતિક શિવલીંગનું નિર્માણ ઘરે કરી ઘરને જ મંદિર બનાવવું એ આદિતપરાનાં બાળકો શિખવે છે.

Niraj Patel